કેન્દ્ર અને રાજ્યોના ‘રેરા’ નિયમોમાં અનેક વિસંગતતા : સમીક્ષા કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2022

રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓર્થોરિટી (રેરા) હેઠળ જુદા-જુદા રાજ્યોએ રચેલા નિયમો સુસંગત છે અને મકાન ખરીદનાર ગ્રાહકોના હિતમાં કામ કરે છે કે નહીં તેની સમિક્ષા કરવા સુપ્રિમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો છે. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને સૂર્યકાન્તની બેન્ચે કેન્દ્ર દ્વારા 2016માં ઘડાયેલા નિયમો અને રાજ્યો દ્વારા ઘડાયેલા નિયમો જુદા છે કે કેમ? તેની સમિક્ષા કરવા 3 મહિનાનો સમય આપ્યો છે.મકાન ખરીદતા ગ્રાહકોની સલામતી માટે બિલ્ડર અને ગ્રાહક વચ્ચેની સમજૂતીના અમલ માટે એડવોકેટ અશ્ર્વિની ઉપાધ્યાયે અરજી કરી હતી. બેન્ચે

અદાલતને મદદ કરવા એડવોકેટ દેવાષિશ ભારુકાની નિમણૂંક કરી હતી. રેરાના અમલ પછી 2016માં કેન્દ્ર સરકારે ડ્રાફટ એગ્રિમેન્ટ ફોર સેલ રાજ્યો સાથે શેર કર્યા હતાં એની કોર્ટે નોંધ લીધી હતી. અદાલતે જણાવ્યું હતું કે, આ તબક્કે અમને એ જાણવાની જરૂર છે કે, રાજ્યો દ્વારા ઘડાયેલા નિયમો કેન્દ્ર સરકારના 2016ના નિયમોને અનુરૂપ છે કે કેમ?