મોરબી: આમ આદમી પાર્ટી મહિલા મોરચા દ્વારા ઉભરાતી ગટર બાબતે આવેદનપત્ર આપ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2022

મોરબી ખીજડીયા રણછોડનગર-2 માં ગટર ઊભરાવવાની ફરિયાદ વ્યાકપક પણે ઉઠી રહી છે ત્યારે આ પ્રશ્ન અંગે મોરબી પાલિકાને જાણ કરવાંમાં આવેલ છે તેમ છતાં તે વિસ્તારમાં આ પ્રશ્ન જેમનો તેમ ઉપસ્થિત છે.

આ પ્રશ્નનો હજુ સુધી ઉકેલ આવેલ નથી. આ અંગે કોઈ પણ કાર્યવાહી ન થતા આમ આદમી પાર્ટીના મોરબી શહેરના મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડે આવેદનપત્ર આપી આ વિસ્તારના રહેવાસીના પ્રશ્નનો નિકાલ કરવા માંગ કરી છે જો આ પ્રશ્નનો ઉકેલ તુરંત લાવવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આવેદન પાત્ર આપવા આમ આદમી પાર્ટીના મોરબી શહેર યુવા પ્રમુખ ભવદીપસિંહ ઝાલા સાથે આમ આદમીના કાર્યકરો તથા સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.