મોરબીમાં ‘અડધે રસ્તે અંધારું’ પૂણ્યસ્મૃતિ ગ્રંથનું મહાનુભાવોના હસ્તે વિમોચન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2022

મૂળ સજનપર તા. ટંકારાના ડો. રાજેશ મકવાણા કે જેઓ હાલ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય – ગાંધીનગરમાં ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્રના પ્રોફેસર અને અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. એમણે સર્જન, સંશોધન અને સંપાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. 21 જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી. કરાવનાર ડો.રાજેશ મકવાણાના પિતાજી સ્વ. જે.ટી. મકવાણા જેઓ એમ. એસ. દોશી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. એમનું 34 વર્ષ જેટલી નાની ઉંમરે અકસ્માતમાં અવસાન થયેલું. એમણે લખેલું અને મચ્છુ જળહોનારતમાં પ્રભાવિત થયેલું શેષ લખાણ તેમજ સહકર્મીઓ, મિત્રો અને એમના વિદ્યાર્થીઓએ લખેલા સંસ્મરણોનું સંપાદન કરીને સુપુત્ર પ્રો. ડો. રાજેશ મકવાણાએ સંપાદિત કરેલ સ્મૃતિ ગ્રંથનું એમની 40મી પુણ્યતિથિ નિમિત્તે 9 ફેબ્રુઆરી 2022 ના રોજ સાંજે મોરબીના ભડિયાદ રોડ પર આવેલ તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલમાં આમંત્રિત મહાનુભાવો, પરિવારજનો અને સગાસંબંધીઓની ઉપસ્થિતિમાં વિમોચન અને લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન.