મોરબી સિરામિકમાં પ્રોપેન ગેસના આગમનથી ગુજરાત ગેસ કંપનીના ઉઠમણાના ભણકારા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2022

સિંગાપોરની ગેસ કંપની સાથે મોરબી સિરામિક એસો. અને ઉદ્યોગકારોની બેઠક મળી: 100થી વધારે યુનિટોમાં પ્રોપેન ગેસનો વપરાશ શરૂ

મોરબી વિશ્વ ફલક પર ચમકી રહ્યું છે ત્યારે મોરબી ની શાન સમાં મોરબી સીરામીક ઉદ્યોગ માં ટાઇલ્સ ના ઉત્પાદન મા ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસ નું વિતરણ થાય છે પણ હમણાં છેલ્લા એક વર્ષ માં ગુજરાત ગેસ કંપની દ્વારા અવારનવાર ગેસ નો ભાવ વધારો ને કંપની નો મનમાની એ મોરબીના સિરામિક ઉદ્યોગકારો ને ધંધો કરવો હરિફાઈ ના યુગમાં મુશ્કેલ બન્યો છે.આ કમરતોડ ભાવ વધારાથી ઉદ્યોગકારોને માલ વેચવો પણ મુશ્કેલ બન્યો છે જેથી મોરબી સિરામિક ઉદ્યોગમાં આશરે 30% જેટલા યુનિટો બંધ હાલતમાં છે ત્યારે ગુજરાત ગેસ કંપનીથી કંટાળેલા ઉદ્યોગકારો હવે પ્રોપેન ગેસ વાપરવાનું શરૂૂ કરી દીધું છે જેમાં મોરબીના 100થી વધુ યુનિટો માં ટેન્કર મારફત પ્રોપેન ગેસનો વપરાશ ચાલુ થઇ ગયો છે હજુ 130 જેવા સિરામિક યુનિટમાં પ્રોપેન ગેસ શરૂૂ કરવાની કામગીરી ચાલુ થઈ છે તેવું જાણકારો ઉદ્યોગકારોમાંથી જાણવા મળી રહ્યું છે પ્રોપેન ગેસ કંપની બાદ અન્ય બીજી એક સિંગાપુરની ગેસ કંપની નું ટૂંકાગાળામાં આગમન થવાની ઉદ્યોગકારો સાથે સિંગાપોરની કંપનીએ બેઠક કરી નક્કી કરી લીધું છે.

જેમાં સિંગાપોરની ગેસ કંપની તેનો ગેસ આશરે 45 રૂૂપિયા ભાવે ગેસઆપશે ગુજરાત ગેસ કંપની નો હાલ ભાવ 62 રૂૂપિયા છે તે જોતા ગુજરાત ગેસ કંપની કરતા સિંગાપુરની ગેસ કંપનીના ગેસના ભાવ માં 15થી17 રૂૂપિયાના નો ફાયદો થાય છે અને પ્રોપેન ગેસ તેમજ અન્ય બીજી કંપની પ્રોપેન ગેસનો વપરાશ હાલ મોરબી સીરામીક ઉદ્યોગમાં શરૂૂ થઈ ગયો છે જેમાં પણ 10થી 15 રૂૂ ગુજરાત ગેસ કંપની કરતા ઉદ્યોગકારોને સસ્તો પડે છે ત્યારે ગુજરાત ગેસ કંપની એ છેલ્લા 6 મહિના માં ડબલ થી વધુ 30થી 35 રૂૂપિયાનો વધારો થઈ ગયો છે જેમાં અગાઉ છ માસ પહેલા ગેસ નો ભાવ 27 રૂૂપિયા હતો જેને બદલે હાલ ગેસ કંપની એ 62 રૂૂપિયા ભાવ કરી દીધો છે જો હવે ગુજરાત ગેસ કંપની મોરબી સીરામીક ઉદ્યોગકારો ને ગેસ ના ભાવ માં કરેલ ભાવ વધારો પાછો નહિ ખેંચે અને હજુ પણ જો ભાવ વધારા ની મનમાની કરશે તો મોરબી સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપની ને બાય બાય કરવાની ફરજ પડશે ને પ્રોપેન ગેસને સિંગાપોરની ગેસ કંપનીનો ગેસ આ બે નવી ગેસ કંપની સ્વીકારી લેશે તો નજીકના દિવસોમાં મોરબી સિરામિક ઉદ્યોગમાં ગુજરાત ગેસ કંપનીના ઉઠમણા થઈ જાય તો નવાઈ નહિ ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે હવે વૈશ્વિક સિરામીક ક્લસ્ટર તરીકે ઉભરી આવેલા વિશ્વના બીજા સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગે હવે ગુજરાત ગેસ કંપનીની મોનોપોલી અને મનમાની તોડવા સિંગાપોરની ચી એનર્જી કંપની સાથે જોડાણ કરવા તખ્તો તૈયાર કરી લીધો છે, ગુજરાત ગેસના વર્તમાન ભાવથી અનેક ગણા નીચા ભાવે એટલે કે માત્ર રૂૂપિયા 45 ના ભાવે ઓમાનથી આઇએસઓ ક્ધટેનર મારફતે ગેસ પૂરો પાડવા કંપની દ્વારા લાંબા ગાળા માટે આયોજન કરાયું છે અને પ્રથમ બેઠકની ફલશ્રુતિ સફળ રહી હોવાનું મોરબી સીરામીક

એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈએ ઉમેર્યું હતું કે, હાલમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા પંદર વર્ષમાં ન જોઈ હોય તેવી મંદીનો સામનો કરી રહી છે આ સંજોગોમાં ગેસના ભાવવધારાને કારણે પ્રોડક્શન કોસ્ટ ઉંચી જતા ભારતના કટ્ટર હરીફ એવા ચીન સામે વૈશ્વિક બજારમાં ઉભું રહેવા માટે સસ્તા ઇંધણનો વિકલ્પ શોધવો અત્યંત જરૂૂરી હતો. જે ગઈકાલની બેઠકમાં મળી જવા પામ્યો છે. અંતમાં તેમને ઉમેર્યું હતું કે, સિંગાપોરની કંપની સાથે આગામી 15 દિવસમાં ફરી મિટિંગ યોજાનાર છે અને આ મિટિંગ બાદ મોરબીના 50 ટકાથી વધુ સીરામીક એકમો ગુજરાત ગેસથી સસ્તાભાવે એલએનજી ગેસ પૂરો પાડનાર ચી એનર્જી કંપની સાથે જોડાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સિંગાપોરની ચી એનર્જી કંપની સાથે યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ તેમજ અન્ય કમિટી મેમ્બરો પણ જોડાયા હતા અને એકંદરે આ બેઠક અત્યંત સફળ રહયાનું ઉમેર્યું હતું.

સસ્તો વિકલ્પ મળી ગયો: પ્રમુખ

મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2021 બાદ ગુજરાત ગેસ કંપની દ્વારા પાઈપલાઈન નેચરલ ગેસમાં સત્તત ભાવ વધારો ચાલુ રાખતા હાલમાં ગેસના ભાવ બમણા જેટલા થઇ ગયા છે. ગેસના ભાવ વધવાથી પ્રોડક્શન કોસ્ટ ખુબ જ ઉંચી જતી રહેતા હાલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં મોરબીના સીરામીક ઉદ્યોગને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનતા છેલ્લા લાંબા સમયથી સસ્તા વિકલ્પની શોધ ચાલુ હતી જેમાં સિંગાપોરની ચી એનર્જી નામની એલએનજી સપ્લાયર્સ કંપનીએ રસ દાખવતા ગઈકાલે સીરામીક એસોસીએશનના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જે ખુબ જ સફળ રહેવા પામી હોવાનું મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું. વધુમાં મુકેશભાઈ કુંડારીયાએ ઉમેર્યું હતું કે સિંગાપોરની ચી એનર્જી કંપની સાથેની પ્રથમ બેઠકમાં કંપનીના એકઝ્યુકેટીવ દ્વારા આઇએસઓ ક્ધટેનર દ્વારા ડાયરેક્ટ ઓમાનથી 25 તન કેપેસિટીવાળી ટેન્ક ક્ધટેનર મારફતે પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય કિંમતને ધ્યાને લેતા રૂૂપિયા 45ના ભાવે ગેસ સપ્લાય કરવા અને એ પણ લાંબાગાળા સુધી ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવના વધઘટ મુજબ ગેસ પૂરો પાડવા ખાતરી આપી છે.

મુદત પૂર્ણ થતાં રાજીનામુ આપ્યુ: પૂર્વ પ્રમુખ

મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ રાજીનામાં અંગે જણાવ્યું હતું કે, 31 માર્ચે પ્રમુખ તરીકે મુદત પૂર્ણ થઈ રહી હોય સ્વૈચ્છીક રીતે જ રાજીનામુ આપ્યું છે જેથી નવી યુવા પેઢીને સ્થાન મળી શકે, ઉપરાંત નિલેશભાઈએ ગેસ, એક્સપોર્ટ, એન્ટી ડંપિંગ ડ્યુટી સહિતની તમામ બાબતો માટે હર હમેશ જાગૃત બની સક્રિયપણે એસોસિએશનને સાથ સહકારની ખાતરી આપી હતી.