સરકારની ડિજિટલ સ્ટ્રાઈક: 54 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2022

ભારતીય યૂઝર્સના ડેટા વિદેશ સર્વરમાં ટ્રાન્સફર થતાં હતા

કેન્દ્ર સરકારે ફરી એકવાર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક કરી 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધિત કરાયેલી એપ્સની સત્તાવાર યાદી સામે આવી નથી. પરંતુ, માનવામાં આવે છે કે અગાઉ પ્રતિબંધિત કરાયેલી એપ્સનો આ નવો અવતાર હતો.

આ તમામ એપ્સ ચીન અને અન્ય દેશોમાં ભારતિય યૂઝર્સના ડેટા મોકલી રહી હતી. એપ્સ પર પ્રતિબંધ મૂકવા ગૂગલ પ્લે સ્ટોરને પણ આદેશ આપવામાં આવ્યો છે.

પ્રતિબંધિત કરાયેલી એપ્સમાં ટેન્સેન્ટ, અલીબાબા, અને ગેમિંગ ફર્મ નેટઈઝ જેવી મોટી ચાઈનીઝ કંપનીઓની એપ્સ સામેલ છે.

પ્રતિબંધિત કરાયેલી એપ્સમાં બ્યુટી કેમેરા: સ્વીટ સેલ્ફી એચડી, બ્યુટી કેમેરા-સેલ્ફી કેમેરા, ઈક્વલાઈઝર અને બાસ બૂસ્ટર, કેમકાર્ડ જેવી એપ્સ સામેલ છે.

2020માં પણ સરકારે 250થી વધારે ચાઈનીઝ એપ્સ પર બેન મૂક્યો હતો. જેમાં ટીકટોક અને પબ-જી જેવી મોટી એપ્સ સામેલ હતી.