ભારતના ચુંટણી પંચ દ્વારા “મારો મત  એ મારૂ ભવિષ્ય છે – એક મતની તાકાત”મતદાર જાગૃતિ સ્પર્ધા યોજાશે

સ્પર્ધામાં પાંચ શ્રેણીમાં ૧૫ માર્ચ, ૨૦૨૨ સુધી પ્રવેશ સ્વીકારવામાં આવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2022

મોરબીઃ ભારતના ચુંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨ ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા –‘મારો મત મારૂ ભવિષ્ય – એક મતની તાકાત’ શરૂ કરેલ છે. ભારતના ચુંટણી પંચ દ્વારા SVEEP(સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન) પ્રોગ્રામ દ્વારા રાષ્ટ્રીય મતદાત જાગૃતિ સ્પર્ધા લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા અને લોકોની સક્રિય ભાગીદારી દ્વારા લોકશાહીને પણ મજબુત બનાવવા માટે છે. તમામ વય જુથો માટે સુલભ આ સ્પર્ધાનો ઉદેશ્ય ક્રાઉડસોર્સિંગ દ્વારા લોકશાહીમાં દરેક મતના મહત્વના વિષય પર પસંદ કરેલ ઉમદા વિચારો અને સામગ્રીની ઉજવણી કરવાનો છે.

         “મારો મત એ મારૂ ભવિષ્ય છે – એક મતની તાકાત” થીમ રહેશે. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે જેમાં ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડીયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનો સમાવેશ થાય છે. ક્વિઝ સ્પર્ધા દેશમાં ચુંટણી પ્રક્રિયા અંગે સહભાગીઓની જાગરૂકતા અને જિજ્ઞાસાને જગાડવા માટે છે. સ્પર્ધાના ૩ સ્તરો (સરળ, મધ્યમ અને મુશ્કેલ) હશે. સ્પર્ધાના ત્રણેય સ્તરો પૂર્ણ થયા પછી તમામ ભાગ લેનારાઓને ઇ-પ્રમાણપત્ર મળશે.

        આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ પૈકી સુત્ર સ્પર્ધા છે જેમાં ભાગ લો અને અન્ય લોકોને પ્રેરણા આપવા મુખ્ય થીમ (વિષય) પર તમારા શબ્દોને આકર્ષક સ્લોગનમાં વણી લો. ગીત સ્પર્ધાનો ઉદેશ્ય પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે જે ક્લાસિકલ, કંટેમ્પરરી, રેપ, વગેરે સહિત કોઇપણ ગીતના સ્વરૂપ દ્વારા ક્લાત્મક અને સર્જનાત્મક રીતે રજુ કરવાનો રહેશે. સહભાગીઓ ઉપરોક્ત થીમ (વિષય) પર સ્વ-રચિત રચનાઓ બનાવી અને શેર કરી શકે છે. કલાકારો અને ગાયકો તેમની પસંદગીના કોઇપણ સંગીતના સાધનનો ઉપયોગ કરી શકે છે. ગીતનો સમયગાળો ૩ મિનિટથી વધુ ન હોવો જોઇએ. વિડીયો મેકીંગ સ્પર્ધામાં વિડીયો મેકિંગ કોન્ટેસ્ટ તમામ કેમેરા પ્રેમીઓને ભારતીય ચુંટણીઓની વિવિધતા અને ઉત્સવની ઉજવણી કરતા વિડીયો બનાવવાની તક પુરી પાડે છે. સ્પર્ધાની મુખ્ય થીમ (વિષય) સિવાય, નીચેની થીમ્સ પણ સહભાગીઓ અજમાવી શકે જેમ કે માહિતી સભર અને નૈતિક મતદાનનું મહત્વ (પ્રલોભન મુક્ત મતદાન) અને મતની શક્તિ : મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાન અને પ્રથમ વખતના મતદારો માટે મતદાનનું મહત્વ દર્શાવતા વિડીયો સહભાગીઓએ ઉપરોક્ત થીમ્સમાંથી કોઇપણ એક પર વિડીયો બનાવવાનો રહેશે જે વિડીયો માત્ર એક-મિનિટનો રહેશે. વિડીયો, ગીત અને સ્લોગન સ્પર્ધા માતેની એન્ટ્રી ભારતીય બંધારણની આઠમી અનુસુચીમાં દર્શાવેલ કોઇપણ અધિકૃત ભાષામાં રજુ કરવાનો રહેશે અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા કલા અને ડિઝાઇનના ઉત્સાહીઓ માટે છે જેઓ સ્પર્ધાની થીમ (વિષય) પર વિચાર-પ્રેરક પોસ્ટરો બનાવશે. સહભાગીઓ થીમ પર ડિજીટલ પોસ્ટર, સ્કેચ અથવા જાતે દોરેલા પોસ્ટર રજુ કરી શકે છે.

        સ્પર્ધાની શ્રેણીઓમાં સંસ્થાકીય કેટેગરીનો અર્થ છે શૈક્ષણિક સંસ્થાઓ /સંસ્થાઓ જેમ કે શાળાઓ, કોલેજો, યુનિવર્સીટીઓ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓ. વ્યવસાયિક કેટેગરીનો અર્થ એવી વ્યક્તિ છે કે જેની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત વિડીયો મેકિંગ/પોસ્ટર ડિઝાઇનિંગ/ગાયન અથવા એવા કોઇપણ સ્વરૂપમાં કામ કરે છે. જ્યા આવકનો મુખ્ય સ્ત્રોત વિડીયો મેકિંગ/પોસ્ટર મેકિંગ/ગાયન દ્વારા હોય તેને ‘વ્યવસાયિક’ ગણવામાં આવશે. જો કૃતિ પસંદ કરવામાં આવે, તો સહભાગીએ “વ્યવસાયિક” શ્રેણી હોવા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવું પડશે. એમેચ્યોર (કલાપ્રેમી) કેટેગરીનો અર્થ એવો થાય છે કે શોખથી કે સર્જનાત્મક સ્વભાવથી વિડીયો/પોસ્ટર ડિઝાઇનિંગ/ગાયન કરતા હોય પરંતુ તેણી/તેના મુખ્ય આવકનો સ્ત્રોત અન્ય કોઇ માધ્યમથી હોવો જોઇએ.

        ગીત સ્પર્ધા, વિડીયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે: સંસ્થાકીય, વ્યવસાયિક, અને કલાપ્રેમી. દરેક શ્રેણીમાં ટોચના ત્રણ વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવશે. વધુમાં, દરેક કેટગરીમાં વિશેષ ઉલ્લેખ શ્રેણી હેઠળ રોકડ ઇનામો હશે. સંસ્થાકીય શ્રેણીમાં ૪ વિશેષ ઉલ્લેખો હશે જ્યારે વ્યવસાયિક અને એમેચ્યોર (કલાપ્રેમી) શ્રેણીમાં પ્રત્યેકમાં ૩ વિશેષ ઉલ્લેખો હશે. 

        ગીત સ્પર્ધામાં સંસ્થાકીય શ્રેણીમાં પ્રથમ ઇનામ રૂપિયા ૧ લાખ, બીજું ઇનામ રૂપિયા પ૦ હજાર, ત્રીજુ ઇનામ રૂપિયા ૩૦ હજાર અને ખાસ ઉલ્લેખ રૂપિયા ૧૫ હજાર. વ્યવસાયિક શ્રેણીમાં પ્રથમ ઇનામ રૂપિયા ૫૦ હજાર, બીજું ઇનામ રૂપિયા ૩૦ હજાર, ત્રીજુ ઇનામ રૂપિયા ૨૦ હજાર અને ખાસ ઉલ્લેખ રૂપિયા ૧૦ હજાર. કલાપ્રેમી શ્રેણીમાં પ્રથમ ઇનામ રૂપિયા ૨૦ હજાર, બીજું ઇનામ રૂપિયા ૧૦ હજાર, ત્રીજુ ઇનામ રૂપિયા ૭ હજાર પાંચસો અને ખાસ ઉલ્લેખ રૂપિયા ૩ હજાર. વિડીયો મેકીંગ સ્પર્ધામાં સંસ્થાકીય શ્રેણીમાં પ્રથમ ઇનામ રૂપિયા ૨ લાખ, બીજું ઇનામ રૂપિયા ૧ લાખ, ત્રીજુ ઇનામ રૂપિયા ૭૫ હજાર અને ખાસ ઉલ્લેખ રૂપિયા ૩૦ હજાર. વ્યવસાયિક શ્રેણીમાં પ્રથમ ઇનામ રૂપિયા ૫૦ હજાર, બીજું ઇનામ રૂપિયા ૩૦ હજાર, ત્રીજુ ઇનામ રૂપિયા ૨૦ હજાર અને ખાસ ઉલ્લેખ રૂપિયા ૧૦ હજાર. કલાપ્રેમી શ્રેણીમાં પ્રથમ ઇનામ રૂપિયા ૩૦ હજાર, બીજું ઇનામ રૂપિયા ૨૦ હજાર, ત્રીજુ ઇનામ રૂપિયા ૧૦ હજાર અને ખાસ ઉલ્લેખ રૂપિયા ૫ હજાર.  પોસ્ટર ડિઝાઇન સ્પર્ધામાં સંસ્થાકીય શ્રેણીમાં પ્રથમ ઇનામ રૂપિયા ૫૦ હજાર, બીજું ઇનામ રૂપિયા ૩૦ હજાર, ત્રીજુ ઇનામ રૂપિયા ૨૦ હજાર અને ખાસ ઉલ્લેખ રૂપિયા ૧૦ હજાર. વ્યવસાયિક શ્રેણીમાં પ્રથમ ઇનામ રૂપિયા ૩૦ હજાર, બીજું ઇનામ રૂપિયા ૨૦ હજાર, ત્રીજુ ઇનામ રૂપિયા ૧૦ હજાર અને ખાસ ઉલ્લેખ રૂપિયા ૫ હજાર. કલાપ્રેમી શ્રેણીમાં પ્રથમ ઇનામ રૂપિયા ૨૦ હજાર, બીજું ઇનામ રૂપિયા ૧૦ હજાર, ત્રીજુ ઇનામ રૂપિયા ૭ હજાર પાંચસો અને ખાસ ઉલ્લેખ રૂપિયા ૩ હજાર આપવામાં આવશે.

સુત્ર સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર રૂપિયા ૨૦ હજાર, બીજું ઇનામ રૂપિયા ૧૦ હજાર, ત્રીજું ઇનામ રૂપિયા ૭ હજાર પાંચસો અને પચાસ સહભાગીઓને રૂપિયા બે હજારનો  વિશેષ ઉલ્લેખ પુરસ્કાર આપવામાં આવશે. જયારે ક્વિઝ સ્પર્ધામાં વિજેતાઓને આકર્ષક ECI મર્ચેન્ડાઇઝ અને બેજ મળશે. સ્પર્ધાના ત્રણેય સ્તરો પૂર્ણ થયા પછી તમામ પ્રતિભાગીઓને ઇ-પ્રમાણપત્ર આપવામાં આવશે. અલગ-અલગ કેટેગરીની એન્ટ્રીઓનો નિર્ણય ભારતના ચુંટણી પંચ દ્વારા રચવામાં આવેલી જ્યુરી દ્વારા કરવામાં આવશે. પૂન: મુલ્યાંકન ના દાવાઓ સંબંધિત કોઇ વિનંતીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી.

        આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રતિભાગીએ સ્પર્ધાની વેબસાઇટ https://ecisveep.nic.in/contest/ પર ઉપલબ્ધ વિગતવાર માર્ગદર્શિકા અને શરતોનું પાલન કરવાનું રહેશે.