શક્તિમાન પર ફિલ્મ બનાવવાની થઈ જાહેરાત, ચાહકોએ ગંગાધરના રોલમાં પસંદ કર્યો આ હીરો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2022

સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સે ભારતના સૌથી આઇકોનિક સુપરહીરો ‘શક્તિમાન’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ ત્રણ સિરીઝ મા બનવા મા આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શક્તિમાનનું પાત્ર બોલિવૂડ સુપરસ્ટાર ભજવશે. સ્ટુડિયોએ હવે અભિનેતા-નિર્માતા મુકેશ ખન્નાના સાથે, બ્રુઇંગ થોટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે, મનોરંજનના જાદુને ફરીથી શોધવાનું કાર્ય શરૂ કરવા માટે ભાગીદારી કરી છે. આ રીતે ‘શક્તિમાન’નો જાદુ હવે મોટા પડદા પર જોઈ શકાશે. ‘શક્તિમાન’ ભારતની અત્યાર સુધીની સૌથી આઇકોનિક સુપરહીરો બ્રાન્ડ છે.

1990ના દાયકામાં ‘શક્તિમાન’ સિરિયલે બાળકોના દિલ જીતી લીધા હતા. આ સિરિયલમાં, પંડિત ગંગાધરનું પાત્ર મુકેશ ખન્નાએ ભજવ્યું હતું, જેની પાસે ઘણી બધી શહક્તિઓ છે અને તે દુષ્ટનો નાશ કરવા નીકળી પડે છે. બાળકોને આ સિરિયલ સાથે ઊંડો સંબંધ જોવા મળ્યો હતો અને તેમને દેશી સુપરહીરો મળ્યો હતો. હવે એ જ દેશી સુપરહીરોને મોટા પડદા પર લાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર ચાહકોએ એવી અટકળો પણ શરૂ કરી દીધી છે કે અક્ષય કુમાર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે કારણ કે સોની સ્ટુડિયોએ સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મમાં એક મોટો સુપરસ્ટાર જોવા મળી શકે છે. શક્તિમાન પર ફિલ્મ બનાવવાની થઈ જાહેરાત પછી બનવા લાગ્યા જોરદાર મીમ્સ, ચાહકોએ કહ્યું- પંડિત ગંગાધરના રોલમાં અક્ષય કુમાર

શક્તિમાનની ગણતરી ટીવી ઉદ્યોગના સૌથી આઇકોનિક ટીવી શોમાં થાય છે અને તે 13 સપ્ટેમ્બર 1997 થી 27 માર્ચ 2005 દરમિયાન ડીડી નેશનલ પર પ્રસારિત થયો હતો. શક્તિમાન આ શોમાં એક સુપરહીરો પાત્રનું નામ છે, જેની ભૂમિકા અભિનેતા અને નિર્માતા મુકેશ ખન્નાએ ભજવી હતી. આ શોને બાળકોની સાથે-સાથે વડીલોને પણ ખૂબ પસંદ આવ્યો, જેના કારણે 90ના દાયકામાં શક્તિમાન અને મુકેશ ખન્ના દરેક ઘરમાં જાણીતું નામ બની ગયા.

માર્વેલ અને ડીસી કોમિક્સ સુપરહીરો ફિલ્મોના આ યુગમાં, 90ના દાયકામાં જન્મેલા અથવા મોટા થયેલા ઘણા લોકો આજે પણ શક્તિમાનને તેમના પ્રથમ સુપરહીરો તરીકે યાદ કરે છે. કદાચ આ જ કારણ છે કે આ દમદાર ટીઝર મૂવીના લોન્ચિંગ પછી, સોશિયલ મીડિયા પર ઘણા હીરોએ તેની માર્વેલ અને ડીસી કોમિક્સ ફિલ્મો સાથે સરખામણી કરવાનું શરૂ કર્યું છે.