ગુજરાતમાં આ જગ્યાએ 100 કરોડના ખર્ચે અયોધ્યા જેવું રામધામ બનશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2022

અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેના જેવું જ રામધામ ગુજરાતમાં નિર્માણ પામશે. આ રામધામના નિર્માણ માટે 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે. રામધામનું નિર્માણ રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવશે. આ માટે ચોટીલા હાઈ-વે પાસે આવેલી 40 એકર જમીન પણ પસંદ કરવામાં આવી છે. રામધામના નિર્માણને લઇને રઘુવંશી સમાજના ત્રણ દિવસના મહાસંમેલન અને રામયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં હરિચરણદાસ બાપુ, વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્ય અને રઘુવંશી સમાજના લોકો એકઠા થયા હતા. જે રામધામનું નિર્માણ થશે તેમાં હોસ્પિટલ, શિક્ષણ છાત્રાલય, ભોજનાલય અને ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે.

આ બાબતે વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્યએ જણાવ્યું કે, રામ ભગવાનનું ધામ બનવા જઈ રહ્યું છે. સમસ્ત લુવાણા સમાજે આ એક દિવ્ય આયોજન કર્યું છે. આજે સમસ્ત રઘુવંશી સમાજ એકત્રિત થયો છે. અહિયાં ત્રણ દિવસથી રામ યજ્ઞ ચાલી રહ્યો છે. હું એમ કહીશ કે રઘુવંસી સમાજનું જે સ્વપ્ન છે જીતુભાઈ સોમાણીએ જોયું છે. તેમને કહ્યું છે કે, અહિયાં એવું રામધામ બનાવવું જે સમગ્ર દેશના લોકો મંદિરના દર્શન કરવામાં માટે આવે. અહિયાં ભવ્યથી અતિભવ્ય રામધામ બનવા જઈ રહ્યું છે ત્યારે હું રઘુવંશી સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું.