દેશની પોલીસને અત્યાધુનિક બનાવવા માટે મોદી સરકાર ખર્ચશે 26000 કરોડ રુપિયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2022

મોદી સરકારે દેશની પોલીસને આધુનિક બનાવવા માટેની યોજનાને મંજૂરી આપી દીધી છે.જેના ભાગરુપે 26000 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવશે.

આ યોજનાના ભાગરુપે આંતરિક કાયદો અને વ્યવસ્તાની સ્થિતિ સુધારવા માટે પોલીસને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે.આ સિવાય તમામ રાજ્યોની પોલીસ માટે ગુનેગારોને પકડવા માટે વૈજ્ઞાનિક પધ્ધતિઓ અપનાવવા માટે  તાલીમ આપવામાં આવશે.

દેશમાં ડ્રગ્સનુ દુષણ વધી રહ્યુ છે ત્યારે તેના પર કાબૂ મેળવવા માટે પણ પોલીસને આ યોજના હેઠળ મદદ કરવામાં આવશે. સરકારની યોજના દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે લાગુ કરવામાં આવશે.