મોરબી: ઉમા ટાઉનશીપમાં બેબી એંજલના મોક્ષાર્થે રામધૂનનું આયોજન કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-02-2022

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબીના ઉમા ટાઉનશીપમાં થોડા દિવસ પહેલા બેબી એંજલનું કારની ઠોકરે ચડતા તેમનું દુર્ભગ્યપૂર્ણ મૃત્યુ થયેલ હતું. નાની એવી બાળકીના મોતથી સૌ સોસાયટીવાસીઓમાં ગેહરો શોક વ્યાપ્યો હતો.

આજે બેબી એંજલની આત્માની શાંતિ માટે તથા મોક્ષાર્થે સમગ્ર ઉમા ટાઉનશીપ ગ્રુપ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એંજલના પિતા લોકેશભાઈ કે જેઓ રોયલ એપાર્ટમેન્ટમાં રહે છે તેમની બાળકીના થયેલ દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ બાદ તેઓને સાંત્વના પાઠવી તેમની પુત્રી એંજલની દિવ્ય આત્માને પરમ શાંતિ મળે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી.