ધો.10 અને 12ની પરીક્ષા ફીઝીકલ નહી યોજવા પંદર રાજયોના વિદ્યાર્થીઓ સુપ્રીમમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-02-2022

કોરોનાની પરીસ્થિતિ આગળ ધરી ઈમ્પ્રુવમેન્ટ એકઝામની પણ માંગ: સીબીએસઈ તથા આઈસીએસઈ અને અનેક રાજયોના બોર્ડના વિદ્યાર્થીઓની રીટ

દેશમાં એક તરફ કોરોના સંક્રમણ હવે આખરી તબકકામાં છે અને શાળા-કોલેજો ખુલવા લાગ્યા છે તે સમયે દેશના પંદર રાજયોના ધો.10 અને 12ના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન તથા ઈન્ડીયન સર્ટીફીકેટ ઓફ સેક્ધડરી એજયુકેશન અને અનેક રાજયોના સ્થાનિક બોર્ડના વિદ્યાર્થીઓએ સુપ્રીમકોર્ટમાં અરજી કરીને આ વર્ષની ધો.10 અને 12ની પરીક્ષા ઓફલાઈન એટલે કે ફીઝીકલ ન યોજાય તેવી માંગણી કરી છે.

આ વિદ્યાર્થીઓએ સુપ્રીમકોર્ટમાં બાળ અધિકારી એકટીવીસ્ટ અનુભા શ્રીવાસ્તવ સહાય અને સ્ટુડન્ટ યુનિયન ઓફ ઓડીસાના માધ્યમથી આ અરજી કરી હતી અને જણાવ્યું હતું કે તમામ બોર્ડ તેની પરીક્ષાના પરિણામ સમયસર જાહેર કરે અને વિદ્યાર્થીઓને કોવિડમાં જે મુશ્કેલી પડી છે તેથી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઈમ્પ્રુવમેન્ટ એકઝામની તક અપાય તે પણ માંગણી કરી છે.

એપ્રિલના આખરી સપ્તાહમાં આ પરીક્ષા યોજાવાની છે તે સમયે સુપ્રીમકોર્ટ સમક્ષ આ માંગણીથી હવે નવો વળાંક આવ્યો છે. જો કે જે રીતે તમામ રાજયોમાં સામાન્ય પરીસ્થિતિ સર્જાઈ રહી છે. તે જોતા આ માંગણી સ્વીકારાશે કે કેમ તે પ્રશ્ર્ન છે. ઉપરાંત અરજીમાં તમામ યુનિ.ઓ તેમના એડમીશન સહિતની પ્રક્રિયા એક જ સાથે ચાલુ કરે તેવો આદેશ આપવાની પણ માંગણી કરી છે.