રોટરી ક્લબ મોરબી તથા હળવદ દ્વારા આયોજિત શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિના સૌજન્યથી વિનામૂલ્યે હીયરીંગ મશીન વિતરણ કેમ્પ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-02-2022

મોરબી તથા આસપાસના વિસ્તારના કાનથી બહેરાશવાળા દર્દીઓ માટે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વહેલા તે પહેલા ના ધોરણે નોંધણી કરવામાં આવશે, ઉમર મર્યાદા નથી, તથા નોંધણી કરવાની છેલ્લી તારીખ 18-2-2022 રાખવામાં આવી છે, નામ નોંધણી કરનારને કેમ્પની તારીખ અને સ્થળ વિષે ફોન પર જાણકારી આપવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું. વધુ માહિતી માટે રોટે. સિદ્ધાર્થભાઇ જોશી : 92288 97372, રોટે. હરીશભાઈ શેઠ : 93761 61406, રોટે . અશોકભાઈ મહેતા : 99784 42851 પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.