NCB અને ઈન્ડિયન નેવીએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરી ગુજરાતના દરિયામાંથી જપ્ત કર્યું 2 હજાર કરોડનું ડ્રગ્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-02-2022

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ઈન્ડિયન નેવી (Indian Navy)એ જોઈન્ટ ઓપરેશન (operation at sea) હાથ ધરીને આશરે 529 કિલોગ્રામ હશિશ, 234 કિલોગ્રામ ક્રિસ્ટલ મેથામ્ફેટામાઈન અને થોડી માત્રામાં હેરોઈન જપ્ત (seized) કર્યું છે. NCB અને ઈન્ડિયન નેવીએ આ જોઈન્ટ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. તેમણે જપ્ત કરેલા આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત રૂપિયા 2000 કરોડ આસપાસ આંકવામાં આવી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ઈન્ડિયન નેવીએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને મધદરિયે 529 કિલો હશિશ, 234 કિલો મેથામ્ફેટામાઈન અને થોડી માત્રામાં હેરોઈન ઝડપી પાડ્યું છે. NCBના જણાવ્યા અનુસાર જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 2 હજાર કરોડની આસપાસ હોવાનું અનુમાન છે.

મળતી માહિતી મુજબ, પોરબંદર અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 2000 કરોડની આસપાસ થાય છે. આ ઓપરેશન એનસીબી (NCB) અને ઈન્ડિયન નેવીએ સંયુક્તરીતે પાર પાડ્યું છે. પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયું છે. ઈન્ડિયન નેવી અને NCBએ દરિયાની અંદર સંયુક્ત ઓપરેશન પાર પાડીને આ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. અત્યારે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે લગભગ 800 કિલો ડ્રગ્સ પકડાયું છે અને હજુ કાર્યવાહી ચાલી રહી છે. આ ડ્રગ્સ કોણે મોકલ્યું હતું? ક્યાંથી લવાયું હતું? અને ક્યાં ઉતારવાનું હતું? તથા કોને આપવાનું હતું? તે તમામ માહિતી મેળવાઈ રહી છે.

આવું પહેલી વખત છે કે જ્યારે High Seas (મધદરિયે) ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોય. મધદરિયે ડ્રગ્સ ટ્રાફિકિંગના ઈનપુટ એનસીબીને મળ્યા હતા. જે અંગે એનસીબીએ નેવી ઈન્ટેલિજન્સને જાણ કરતા જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું. પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે તે પાડોશી દેશોમાંથી દરિયાઈ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.