મોરબી: બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-02-2022

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા નાગડાવાસ ગામના યુવાનો તેમજ અગ્રણીઓના સહયોગથી નિર્માણ પામેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડનું રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખુલ્લુ મુક્યા બાદ ક્રિકેટ રમ્યા હતા અને આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગ્રામના યુવાનો તેમજ અગ્રણીઓના સહયોગથી નિર્માણ પામેલ ક્રિકેટ ગ્રાઉન્ડ અનેક પ્રતિભાશાળી રમતવીરો માટે આશીર્વાદરૂપ સાબીત થશે. આ ગ્રાઉન્ડ પર યુવાનોને રમતોમાં પોતાની પ્રતિભા ખીલવવા પ્લેટફોર્મ મળી રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નાગડાવાસ ગામના અગ્રણીઓ, દાતાઓ, યુવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.