મોરબી મામલતદાર કચેરીમાં ૧૫મી ફેબ્રુઆરી સુધી રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-02-2022

મોરબી શહેર અને મોરબી તાલુકાની પુરવઠા શાખાની કામગીરીનું વિભાજન થવાની પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા ચાલુ હોવાના કારણસર તા.૧૦/૦૨/૨૦૨૨ થી તા.૧૫/૦૨/૨૦૨૨ સુધી ટેકનીકલ કારણોસર રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા તેમ ડી.જે.જાડેજા મામલતદારની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં મોરબી તાલુકામાં પુરવઠા શાખાને લગતી મોરબી શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારની સંયુક્ત કામગીરી મોરબી ગ્રામ્ય મામલતદાર દ્વારા કચેરી લાલબાગ સેવાસદન ખાતે કરવામાં આવે છે. આ કામગીરી વિભાજન કરવાનું હોવાથી તા.૧૦/૦૨ થી તા.૧૫/૦૨/૨૦૨૨ સુધી રેશનકાર્ડની તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે.