6G ટેકનોલોજી ભારતમાં જ વિકાસ કરાશે: મોબાઈલ નહી મશીનોને વધુ ‘સ્માર્ટ’ બનાવાશે

ટેકનોલોજીમાં હવે વિદેશોની કોપી-પેસ્ટ નહી કરવા મોદી સરકારનું કદમ: દેશમાં રીસર્ચ-ડેવલપમેન્ટ પર જોર હશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-02-2022

વિશ્વમાં ફાઈવ-જી ટેકનોલોજી અનેક દેશોમાં પહોંચી ગઈ છે અને ભારતમાં આગામી એક-બે વર્ષમાં ભારતમાં ફાઈવ-જી ટેકનોલોજીની આપણા મોબાઈલ અને અન્ય ઈલેકટ્રોનીકસ ડિવાઈઝ આપવા લાગશે તે વચ્ચે દેશમાં જ હવે મોબાઈલ ટેકનોલોજીની છઠ્ઠી પેઢી સિકસ જનરેશન- સીકસ-જી ટેકનોલોજી વિકસીત કરવા માટે રીસર્ચ શરુ થઈ ગયું છે અને તેનો ટાર્ગેટ મોબાઈલ કરતા મશીન વધુ હશે. હવે મતલબ કે સીકસ-જી ટેકનોલોજી તથા આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના મદદની મશીનને માનવની જેમ જ નિર્ણય શક્તિ આપવા માટેની ટેકનોલોજી માટે વિકાસ કરવાની તૈયારી છે.

ભારત સરકારે હવે ટેકનોલોજી વિદેશમાં વિકસીત થાય અને ભારતમાં તે કોપી પેષ્ટને અપનાવાય તેના કરતા ભારત જ ટેકનોલોજીની શોધની સાથે કદમ ઉઠાવે તે આયોજન કરવા જઈ રહી છે જેમાં દેશની ટોચની ટેકનોલોજી ઈન્સ્ટીટયુટના નિષ્ણાંતોને સમાવી લેતું એક ટાસ્કફોર્સ બનાવ્યુ છે. જેમાં મશીન લર્નીંગને મહત્વ અપાશે.

ભારતમાં જો કે રોજગારલક્ષી ટેકનોલોજીનો વિકાસ મહત્વનો છે પણ સરકાર હવે પરંપરાગત રોજગાર કરતા શિક્ષણ-ટેકનોલોજી લક્ષી રોજગારને મહત્વ આપવા માંગે છે. સૌ પ્રથમ સ્પેકટ્રમ ટેકનોલોજીમાં અવર સ્પેકટ્રમ તૈયાર કરશે. આ ટાસ્ક ફોર્સમાં આઈઆઈટી મદ્રાસના પ્રો. સચીવ કરીંદકર, ઉપરાંત આઈઆઈટી બોમ્બે, હૈદરાબાદ ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ બેંગ્લોરના ડો. તેજસ અને ભારતમાં ફોર-જી વિકસીત કરનાર કંપનીઓનાં નિષ્ણાંતો સામે છે. જો કે આ રીસર્ચ માટે પાંચ વર્ષ લાગશે ત્યાં સુધી ફાઈવ-7 અને ફાઈવ-જી પ્લસ સેવા કામ કરશે.

મશીન લર્નીંગ- ઈન્ટરનેટ ઓફ થિંગ્સ આ તમામ આગામી સમયથી વાસ્તવિકતા છે. ફકત લેબર નહી બુદ્ધીયાની જ દુનિયા પર શાસન કરશે અને તેમાં પાછળ રહી જનાર દેશ વિકાસમાં પણ પાછળ રહી જશે. ભારતમાં આઠ માસમાં ફાઈવ-જી ટેકનોલોજી લોન્ચ કરશે.

તેમાં તમારા મોબાઈલમાં કેટલી ઝડપે ફિલ્મ ડાઉનલોડ થાય છે તેના કરતા રોબોટીક સર્જરી કઈ રીતે બેહદ આસાન થઈ જશે, લશ્કરી સહિતના શસ્ત્ર સરંજામ પણ ટેકનોલોજી આધારીત બની જશે અને મશીનથી મશીન કોમ્યુનીકેશનનો પ્રારંભ થશે તે મહત્વનું છે.