તલાટી કમ મંત્રીની ભરતી જાહેર ; 3437 જગ્યા પર થશે ભરતી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-01-2022

ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતીનીજાહેરાત કરાતા ઉમેદવારોમાં આનંદ જોવા મળી રહ્યો છે. અરજી પ્રક્રિયા આવતીકાલથી એટલે કે 28 જાન્યુઆરી 2022થી શરૂ થશે જે 15 ફેબ્રુઆરી સુધી અરજી થઇ શકશે. લાંબા સમય બાદ તલાટી કમ મંત્રીની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોએ http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.