ખુશખબર! હવે 28 દિવસ નહીં મળશે 30 દિવસની વેલિડિટી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-01-2022

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ તમામ ટેલિકોમ કંપનીઓ માટે આજે એટલે કે 27 જાન્યુઆરીએ કેટલાક નવા ઓર્ડર જારી કર્યા છે. ટેલિકોમ ટેરિફ (66મો સુધારો) ઓર્ડર, 2022 હેઠળ, TRAI એ આવા ઘણા નિર્ણયો લીધા છે, જેના વિશે જાણીને યૂઝર્સ ખૂબ જ ખુશ થઈ જશે. આ કડીમાં જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા વિશે ચાલો તમને જણાવીએ.

ટ્રાઈના આ આદેશથી ગ્રાહકોનો ફાયદો થશે

TRAI ના ટેલિકોમના આદેશ પ્રમાણે તમામ ટેલિકોમ કંપનીઓને હવે ઓછામાં ઓછું એક પ્લાન વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર રાખવું જોઈએ જેની વેલિડિટી 28 દિવસની નહીં પરંતુ પૂરા 30 દિવસની હોય. જો ગ્રાહક આ પ્લાન્સને ફરીથી રિચાર્જ કરવા માંગે છે, તો તેઓ હાલના પ્લાનની તારીખથી તેમ કરી શકે છે, આવી જોગવાઈ હોવી જોઈએ.

ગ્રાહકોની આ ફરિયાદ દૂર કરી

તમને જણાવી દઈએ કે, કેટલાક સમયથી ઘણા યુઝર્સ તરફથી એવી ફરિયાદ આવી રહી હતી કે ટેલિકોમ કંપનીઓ એક મહિના માટે સંપૂર્ણ રિચાર્જ નથી આપતી અને 30 દિવસની જગ્યાએ 28 દિવસની વેલિડિટીવાળા પ્લાન આપે છે. જ્યાં કંપનીઓ એક મહિનાની વાત કરીને 28 ​​દિવસના પ્લાનનું વેચાણ ન કરે તેથી TRAIને લાગ્યું કે ગ્રાહકોની આ ફરિયાદને દૂર કરવી જરૂરી છે.

યૂઝર્સને વધી ઓપ્શન મળશે

ઇલેકોમ ટેરિફ (66મો સુધારો) ઓર્ડર, 2022 જારી કર્યા પછી, હવે ટેલિકોમ કંપનીઓના તમામ ગ્રાહકોને ઘણા પ્લાનનો વિકલ્પ મળશે,આ સાથે જ પ્લાનમાં સંપૂર્ણ 30 દિવસની વેલિડિટીનો વિકલ્પ પણ મળશે. આ રીતે ગ્રાહકો તેમના પ્લાન્સને વધુ યોગ્ય રીતે પસંદ કરી શકશે.