SBI ના ખાતાધારકો માટે ખુશખબર! જાણો બેંકે FD વ્યાજ દરમાં કર્યો આટલો વધારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-01-2022

SBIના ખાતાધરકોને 2 વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર હવે 5.1% વ્યાજ મળશે

SBIએ FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જે 15 જાન્યુઆરીથી લાગુ થઈ ગયું છે. 2 વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર વ્યાજ 5.1% હશે. SBI લોંગ ટર્મ ડિપોઝિટ હેઠળ- ગ્રાહકોને 5.40% ના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આમાં ફિક્સ્ડ ડિપોઝિટની મુદત 5 વર્ષથી 10 વર્ષ સુધીની હોય છે.

જો તમારું ખાતું દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIમાં છે, તો આ સમાચાર તમારા માટે છે. SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં, ખાનગી ક્ષેત્રની HDFC બેંકે પણ FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે.

આ સમયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પરના દરમાં વધારો

SBIની વેબસાઈટ અનુસાર, બેંકે એક વર્ષ કે તેથી વધુ અને બે વર્ષથી ઓછી મુદતની ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે આ સમયગાળા માટે FD પરના વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટ એટલે કે 0.10 ટકાનો વધારો કર્યો છે. હવે SBI એક વર્ષ કે તેથી વધુ અને બે વર્ષથી ઓછા સમયમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 5 ટકાને બદલે 5.1 ટકા વ્યાજ આપશે.

નવા દરો 15 જાન્યુઆરી 2022થી લાગુ

નવા દરો શનિવાર (15 જાન્યુઆરી 2022)થી લાગુ થઈ ગયા છે. આ વ્યાજ દરો રૂ. 2 કરોડથી ઓછી એફડી માટે છે. બીજી તરફ, એક વર્ષ કે તેથી વધુ અને બે વર્ષથી ઓછી એફડી પર, વરિષ્ઠ નાગરિકોને હવે 5.50 ટકાના બદલે 5.6 ટકા વધુ મળશે. ખાસ વાત એ છે કે બેંકે અન્ય ટર્મ એફડીના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. 2 કરોડથી ઓછીની સ્થાનિક ફિક્સ્ડ ડિપોઝિટ માટેના વ્યાજ દરો નીચે મુજબ છે.

SBI ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સના પ્રકાર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને વિવિધ પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ ઓફર કરે છે. ગ્રાહકો આ વિવિધ યોજનાઓ દ્વારા વિવિધ લાભો મેળવી શકે છે. SBI દ્વારા ગ્રાહકોને ઓફર કરવામાં આવતી તમામ ફિક્સ ડિપોઝિટ સ્કીમની વિગતો નીચે મુજબ છે.

– SBI ટર્મ ડિપોઝિટ

– SBI ટેક્સ સેવિંગ સ્કીમ

– SBI ફિક્સ્ડ ડિપોઝિટ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ

– SBI વાર્ષિકી ડિપોઝિટ સ્કીમ

– SBI Wecare

ટર્મ વાઈઝ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એફડી વ્યાજ દર

– SBI શોર્ટ ટર્મ ડિપોઝિટ – એકાઉન્ટ્સ 7 દિવસથી 1 વર્ષ સુધીના સમયગાળા માટે ખોલવામાં આવે છે. આમાં, વ્યાજની રકમ ગ્રાહકોને 2.90% થી 4.40% p.a ની રેન્જમાં ઓફર કરવામાં આવે છે.

– SBI મીડિયમ ટર્મ ડિપોઝિટ – ફિક્સ્ડ ડિપોઝિટની મુદત 1 વર્ષથી 5 વર્ષ સુધીની હોય છે. આમાં, ગ્રાહકોને વાર્ષિક 5.00% સુધી વ્યાજ આપવામાં આવે છે.

– SBI લોંગ ટર્મ ડિપોઝિટ હેઠળ- ગ્રાહકોને 5.40% ના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આમાં ફિક્સ્ડ ડિપોઝિટની મુદત 5 વર્ષથી 10 વર્ષ સુધીની હોય છે.

– વરિષ્ઠ નાગરિક ફિક્સ્ડ ડિપોઝિટ – SBIમાં ફિક્સ ડિપોઝિટ કરવા માટે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 0.80% સુધીનું વધારાનું વ્યાજ ઓફર કરવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 3.40% થી 6.20% p.a. છે.