નરેશ પટેલનું વક્તવ્ય: સમાજ ઉત્કર્ષથી સર્વોદય તરફ પ્રયાણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-01-2022

ખોડલધામના પંચવર્ષીય ઉત્સવની ઉજવણીમાં નરેશભાઈએ સ્પષ્ટ કહ્યું કે ખોડલધામના માધ્યમથી અમે સર્વ સમાજના ઉત્કર્ષ માટે કામ કરશું.

2015માં રાજ્યમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન શરુ થયું, પાસ નામના એક સંગઠનની રચના થઈ અને એનો વ્યાપ વધ્યો ત્યારથી પાટીદાર સમાજ વધારે ચર્ચામાં રહ્યો. પટેલ સમાજનુ યોગદાન, એક્તા, સંગઠન અને આયોજન તથા સામાજિક અભિગમ તો વર્ષોથી લોકોના ધ્યાનમાં આવ્યાં હતાં પરંતુ આંદોલન પછી અન્ય સમાજના લોકોના મનમાં થોડી નારાજગી કે થોડી નિરાશા જેવું વાતાવરણ હતું. લોકોને પાટીદારોની માંગણી સામે વાંધો નહોતો પરંતુ જે તે સમયના આગેવાનોના વલણની સામે વાંધો હતો કારણ કે ગુજરાતના રાજકારણમાં કે જાહેરજીવન-સમાજ જીવનમાં વર્ષોથી એક અલગ અસ્તિત્વ અને મહત્વ ધરાવતા પાટીદાર સમાજના અનેક નેતાઓ થઈ ગયા પરંતુ આટલી ઉગ્રતા કદાચ અગાઉ કોઈએ બતાવી નહોતી. જો કે એ બધી ઉગ્રતા હતી તો સામે પાટીદાર સમાજના ધાર્મિક સ્થળો દ્વારા થતા આયોજનોમાં પણ લોકોને ક્યાંક જ્ઞાતિનો તો ક્યાંક રાજકારણનો રંગ દેખાવા લાગ્યો હતો. વર્ષોથી એક ખ્યાલ બંધાઈ રહ્યો હતો એમાં પરિવર્તન શરુ થાય એવો માહોલ શુક્રવાર, 21 જાન્યુઆરી 2022ના રોજ સર્જાયો છે. એમ કહી શકાય કે એક પ્રવાહ બદલાયો છે. એના વહેણ કેમ જશે, ક્યાં જશે તે તો સમય કહેશે પરંતુ લેઉવા પાટીદાર સુપ્રિમો નરેશ પટેલે સર્વ સમાજના ઉત્કર્ષની વાત કરીને ખોડલધામ સંગઠન માટે ફેલાતી ગેરસમજોને બ્રેક લગાવી દીધી છે.

અવસર હતો ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનો. આમ તો વીસ લાખ લોકોને એકત્ર કરવાનો મનોરથ હતો પરંતુ કોરોનાએ આ વર્ષે પણ વિઘ્ન ઊભું કર્યું અને કાર્યક્રમ વર્ચ્યુઅલી કરવો પડ્યો. નરેશભાઈનું વક્તવ્ય શરુ થયું ત્યાં સુધી બધાને એમ હતું કે ફરી તેઓ સમાજને લલકાર કરશે કે બધે જ પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ હોવા જોઈએ. નરેશભાઈના આ વિધાન કે વક્તવ્યને લીધે તેઓ ભૂતકાળમાં ટ્રોલ પણ થયા છે. પરંતુ આજે એમણે જે વાત કરી એનાથી અન્ય સમાજના લોકોની નારાજગી પણ ઘટી છે.

નરેશ પટેલે ઓનલાઈન કાર્યક્રમ માણી રહેલા લાખો ગુજરાતીઓ-પાટીદારોને સંબોધન કરતાં આજે માર્મિક વાત એ કહી કે આગેવાન પસંદ કરવાના આવે ત્યારે આપણે સેલ્ફ સેન્ટર્ડ બનવું જોઈએ નહીં, પરંતુ મજબૂત, સક્ષમ અને નીતિવાન આગેવાન પસંદ કરવા જોઈએ. આ આખો કાર્યક્રમ ધાર્મિક સ્થળે હતો અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં હતો છતાં જેમને કાઢવા જ છે તેઓ આના અન્ય અર્થો પણ કાઢવા લાગે એ સ્વાભાવિક છે પરંતુ આપણે નરેશભાઈના મૂળ શબ્દોને જ વળગી રહીએ તો આજના સમયમાં જે વાત એમણે કરવી જોઈએ એ જ કરી છે.

અત્યાર સુધી અનેક વાર એમણે કહ્યું છે કે પટ્ટાવાળાથી લઈને મુખ્યમંત્રી સુધી બધે પાટીદારો હોવા જોઈએ. ભલે આવું બોલવા પાછળ એમનો ઉદ્દેશ ક્યારેય અન્ય સમાજને નીચા દેખાડવાનો હોઈ શકે નહીં. નરેશ પટેલ મૂળ એવા વ્યક્તિ નથી કે જે કોઈ પણ સમાજને ઉતારી પાડે. પરંતુ આવું તેઓ વારંવાર બોલે એની અસર ઘેરી પડતી આવી છે. પોતાના સમાજનો ઉત્કર્ષ થાય એવું વિચારવાનો બધાને હક છે પરંતુ બધે અમે જ એવું ન કહેવાય એમ માનનારો મોટો વર્ગ છે. કેટલાક લોકો તો એમ માને છે કે આ સમયમાં હવે જ્ઞાતિ-સમાજની વાતો જ ન હોય.

આવા વાતાવરણની વચ્ચે શુક્રવારે નરેશભાઈ બોલ્યા કે પાટીદાર સમાજના દીકરા-દીકરીઓએ સાહિત્ય-સંગીત ક્ષેત્રે આગળ આવવાની જરુર છે. તેમણે સૌથી મહત્વની વાત એ કરી કે 2010થી ખોડલધામનું કામ શરુ કર્યું ત્યારથી આજ સુધી લેઉવા પટેલ સમાજ સિવાયના અન્ય સમાજ-જ્ઞાતિના લોકોએ આપણને સહયોગ આપ્યો છે. આજે પણ અહીં દર્શન કરવા બધા લોકો આવે છે. તમામ સમાજનું ઋણ ઉતારવાનો અવસર છે. હવે ખોડલધામ સંકૂલમાં તમામ સમાજના મહાપુરુષોની પ્રતિમા મુકવાનો નિર્ણય લેવાયો છે. નરેશભાઈની આ જાહેરાતને બધાએ વધાવી લીધી છે.

તેમણે કહ્યું કે ખોડલધામ ભલે લેઉવા પટેલ સમાજ દ્વારા નિર્મિત પ્રકલ્પ છે પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા વગેરે માટે જે કેન્દ્રો ખુલ્લાં મુકાઈ રહ્યાં છે તેનો લાભ તો બધા સમાજના દીકરા દીકરીઓ લઈ રહ્યા છે. ભવિષ્યમાં લેશે. નરેશભાઈના આ વક્તવ્યની હકારાત્મક અસર ચોક્કસ થશે. એના કારણો છે. ખોડલધામ સંકૂલ, પાટીદાર સમાજની પોતાની અલગ અને સારી ઈમેજ વર્ષોથી છે. નરેશભાઈની પોતાની પણ છબિ તો સાફ છે જ. જ્યારે તેઓ કોઈ વિધાન રાજકીય સંકેત સાથે કરે ત્યારે એની મુલવણી અલગ રીતે થાય છે તે જુદી વાત છે પરંતુ એમની પોતાની નિષ્ઠા અને સજ્જનપણા સામે કોઈએ આંગળી ચીંધી નથી.

હા, ખોડલધામની શરુઆત અને ત્યાં દર વર્ષે થતા પ્રવચનોથી એમની છાપ પટેલો માટે જ વિચારતા આગેવાન તરીકે પડી હતી. એમાં પણ 2012માં તો કેશુભાઈ પટેલ વગેરે મુખ્યમંચ પર હતા ત્યારે પાટીદારોના આ ધાર્મિક સ્થળ માટે અનેક ધારણા બંધાઈ ગઈ હતી. 2012ની ચૂંટણીમાં ભાજપને આ છાપનો ફાયદો પણ થયો હતો. આ બધી ઘટનાઓને લીધે ખોડલધામ અને નરેશભાઈને લોકો એક જ દૃષ્ટિકોણથી જોતા થઈ ગયા હતા.

ખોડલધામના પંચવર્ષીય ઉત્સવની ઉજવણીમાં નરેશભાઈએ સ્પષ્ટ કહ્યું કે ખોડલધામના માધ્યમથી અમે સર્વ સમાજના ઉત્કર્ષ માટે કામ કરશું. પટેલો અહીં નિમિત્ત છે જ પરંતુ આ સંસ્થા અને અમારા મનમાં માત્ર પાટીદારો જ છે એવું નથી. નરેશભાઈએ કરેલી આ વાતથી ઘણી બધી વહેતી વાતો થંભી ગઈ છે. રાજકીય પંડીતો એમના વિધાનોના વિવિધ અર્થો કાઢી રહ્યા છે. એમના આ વક્તવ્યના સૂચિતાર્થો તારવવા લાગ્યા છે. એ અર્થો શું છે અને શું નહીં તે તો સમય કહેશે. કારણ કે આમ પણ નરેશભાઈ તો હંમેશા કહેતા આવ્યા છે કે મને મારો સમાજ આદેશ કરે એમ હું કરીશ. એક વાત ચોક્કસ કે 2010થી શરુ થયેલા ખોડલધામ પ્રકલ્પને 2012માં થયેલા શીલાપૂજન અને પછી ક્રમશ: કાર્યક્રમોના માધ્યમથી તેઓએ ધમધમતો અને જીવંત રાખ્યો છે. જો સામાજિક સમરસતાનો ભાવ

એમાં ઉમેરાઈ ગયો તો આ કામ વધુ દીપી ઉઠશે.

ખોડલધામ મંદિરે રાષ્ટ્રધ્વજ પણ પહેલા દિવસથી ફરકાવવામાં આવ્યો છે એ ખરા અર્થમાં સાકાર થશે.

શુક્રવારે નરેશભાઈ બોલ્યા કે પાટીદાર સમાજના દીકરા-દીકરીઓએ સાહિત્ય-સંગીત ક્ષેત્રે આગળ આવવાની જરૂર છે. તેમણે સૌથી મહત્ત્વની વાત એ કરી કે 2010થી ખોડલધામનું કામ શરૂ કર્યું ત્યારથી આજ સુધી લેઉવા પટેલ સમાજ સિવાયના અન્ય સમાજ-જ્ઞાતિના લોકોએ આપણને સહયોગ આપ્યો છે. આજે પણ અહીં દર્શન કરવા બધા લોકો આવે છે. તમામ સમાજનું ઋણ ઉતારવાનો અવસર છે. હવે ખોડલધામ સંકુલમાં તમામ સમાજના મહાપુરુષોની પ્રતિમા મુકવાનો નિર્ણય લેવાયો છે. નરેશભાઈની આ જાહેરાતને બધાએ વધાવી લીધી છે

હા, ખોડલધામની શરૂઆત અને ત્યાં દર વર્ષે થતા પ્રવચનોથી એમની છાપ પટેલો માટે જ વિચારતા આગેવાન તરીકે પડી હતી. એમાં પણ 2012માં તો કેશુભાઈ પટેલ વગેરે મુખ્યમંચ પર હતા ત્યારે પાટીદારોના આ ધાર્મિક સ્થળ માટે અનેક ધારણા બંધાઈ ગઈ હતી. 2012ની ચૂંટણીમાં ભાજપને આ છાપનો ફાયદો પણ થયો હતો. આ બધી ઘટનાઓને લીધે ખોડલધામ અને નરેશભાઈને લોકો એક જ દૃષ્ટિકોણથી જોતા થઈ ગયા હતા.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.