વાંકાનેર સિવિલ હોસ્પિટલ ડૉક્ટર વગરની: 2 ડૉક્ટર કોરોના પોઝિટિવ, 1 ટ્રેનિંગમાં, દર્દીઓ રામ ભરોસે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-01-2022

(Ajay Kanjiya) વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચ તંત્રની ઘોર બેદરકારીના કારણે આજે સવારથી દર્દીઓ સારવાર માટે હેરાનપરેશાન થઇ રહ્યા છે કારણકે હોસ્પિટલમાં ફરજ પરના ત્રણ ડોક્ટરો કોરોના પોઝિટિવ હોય અને એક ડોક્ટર ટ્રેનીંગ માટે ગયેલ હોય જેના કારણે હોસ્પિટલ ડોક્ટર વિહોણી બની છે. બાબતે હોસ્પિટલના સ્થાનિક અધિકારી દ્વારા ઉચ્ચ તંત્રને જાણ કરી હોય છતાં ડોક્ટરની વ્યવસ્થા ન કરાતાં દર્દીઓ હેરાનપરેશાન થઇ રહ્યા છે એક તરફ દિનપ્રતિદિન સતત કોરોના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સબ સલામતીની વાતો વચ્ચે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ત્રણ ડોક્ટરો કોરોના પોઝીટીવ આવતા અને એક ડોક્ટર ટ્રેનિંગમાં હોવાથી હાલ હોસ્પિટલ ખાતે દર્દીઓ સારવાર માટે રઝડી રહ્યા છે. બાબતે સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના ડોકટરો કોરોના ગ્રસ્ત હોય અને આ બાબતની જાણ તેમણે ઉચ્ચ કક્ષાએ કરી દિધી હોય છતાં ફરજ માટે ડોક્ટરની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાથી આવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી આ બાબતે ઉચ્ચ તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટ થઈ રહી છે હાલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવાર કરવા માટે કોઈ ડોક્ટર ન હોવાથી કોઈપણ કેસ સિવિલમાં આવે તો પ્રાથમિક સારવાર આપી તેને રાજકોટ કે મોરબી રવાના કરવામાં આવે છે અને કોરોનાના વધતા કેસ વચ્ચે હાલમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ભરોસો હોય તેવો ઘાટ સર્જાયો છે