ચકના ચૂર થયું WhatsApp યૂઝર્સનું દિલ! નવા અપડેટ પછી હટી જશે તમારા ફેવરિટ આ જરૂરી ફીચર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-01-2022

ની એક રિપોર્ટના મતે વોટ્સએપ પોતાના આગામી અપડેટની સાથે પોતાની એપના હોમ પેજથી અમુક ફીચર્સના ઓપ્શન્સને હટાવવા જઈ રહ્યું છે. રિપોર્ટનું એવું કહેવું છે કે વોટ્સએપ ચેટ લિસ્ટથી ‘બ્રોડકાસ્ટ લિસ્ટ’ અને ‘ન્યૂ ગ્રુપ’ના ઓપ્શન્સને હટાવવા જઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા અને મેસેઝિંગ એપ વોટ્સએપ (WhatsApp) સમયાંતરે પોતાના યૂઝર્સને નવા અપડેટ્સમાં ઘણા બધા શાનદાર ફીચર્સ આપતું રહે છે. જ્યાં સામાન્ય રીતે અમે તમારા માટે તે ફીચર્સની જાણકારી લઈને આવીએ છીએ જે વોટ્સએપ પર આગામી સમયમાં આવનાર હોય છે, જ્યારે આજે અમે તમને તે ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં વોટ્સએપ પોતાના આગામી અપડેટની સાથે જૂના ફીચર્સ હટાવવાનું છે.

WhatsApp હટાવી રહ્યું છે અમુક ફીચર્સ

WABetaInfo ની એક રિપોર્ટના મતે વોટ્સએપ પોતાના આગામી અપડેટની સાથે પોતાની એપના હોમ પેજથી અમુક ફીચર્સના ઓપ્શન્સને હટાવવા જઈ રહ્યું છે. રિપોર્ટનું એવું કહેવું છે કે વોટ્સએપ ચેટ લિસ્ટથી ‘બ્રોડકાસ્ટ લિસ્ટ’ અને ‘ન્યૂ ગ્રુપ’ના ઓપ્શન્સને હટાવવા જઈ રહ્યું છે. આ ઓપ્શન્સ સ્ક્રીન પર સૌથી ઉપર જમણી બાજુ આપવામાં આવ્યા હતા.

ચેટ લિસ્ટને સાફ કરવા માંગે છે વોટ્સએપ

ચેટ સ્ક્રીન પર સૌથી ઉપર જે આર્કાઈવ લિસ્ટ હોય છે, સ્ક્રીન પર વોટ્સએપ માત્ર તે ઓપ્શનને છોડવા માંગે છે અને બાકી એટલે કે બ્રોડકેટ લિસ્ટ અને ન્યૂ ગ્રુપના ઓપ્શન્સને ત્યાંથી હટાવવા માંગે છે. ચેટ લિસ્ટને સાફ કરવા માટે કેટલાક UI એલિમેન્ટ્સને દૂર કરવા જરૂરી છે અને એવામાં આ ઓપ્શન્સને હટાવવી એક રીત છે.

સામેથી હટી જશે  બ્રોડકાસ્ટ લિસ્ટ અને ન્યૂ ગ્રુપનું ઓપ્શન

કદાચ તમને ખબર હશે, બ્રોડકાસ્ટ લિસ્ટની મદદથી યૂઝર વોટ્સએપ પર એક જ મેસેજને એકવારમાં ઘણા બધા લોકોને મોકલી શકે છે, તેમને મેસેજને વારંવાર ફોરવર્ડ કરવાની જરૂર પડતી નથી. રિપોર્ટ પ્રમાણે આ ઓપ્શનને સ્ક્રીન પરથી હટાવ્યા બાદ વોટ્સએપ તેના માટે એક નવો એન્ટ્રી પોઈન્ટ આપવા જઈ રહ્યું છે. આ ઓપ્શનનને એક્સેસ કરવા માટે યૂઝર્સને કોન્ટેક્ટ લિસ્ટ્સમાં જવું પડશે અને ત્યાં ‘સ્ટાર્ટ ન્યૂ ચેટ’ના ઓપ્શનની સાથે આ ઓપ્શન પમ દેખાશે.

તમને જણાવી દઈએ કે નવું ગ્રુપ બનાવવા માટે ન્યૂ ગ્રુપનો ઓપ્શન જે હટાવવામાં આવી રહ્યો છે, તેણે પણ એક્સેસ કરવા માટે યૂઝર્સને કોન્ટેક્ટ લિસ્ટમાં જ જવું પડશે.

ઉલ્લેખનીય છે કે વોટ્સએપમાં આ અપડેટ ખુબ જલ્દીથી આવનાર નથી કારણ કે હાલ તેના પર કામ ચાલી રહ્યું છે અને હાલ તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી કે તેણે ક્યારે રોલઆઉટ કરવામાં આવશે.