દેશ ભક્તિ ‘ઑફર’: ચાઇનીઝ સ્માર્ટફોનના બદલામાં ફ્રીમાં મેળવો દેશનો પ્રથમ 5G સ્માર્ટફોન, જાણો ઑફર વિશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-01-2022

લાવા કંપનીએ ગ્રાહકો માટે ખૂબ જ આકર્ષક ઑફર (Offers) બહાર પાડી છે. જો તમારી પાસે Realme 8s સ્માર્ટફોન છે તો તમને Lava Agni 5G ફોન ફ્રીમાં (Get Free Lava Agni 5G) મળી શકે છે

ભારતનો પહેલો 5જી સ્માર્ટફોન Lava Agni (Lava Agni 5G) ગત વર્ષે નવેમ્બરના લોન્ચ થયો હતો. ત્યારે હવે કંપનીએ ગ્રાહકો માટે ખૂબ જ આકર્ષક ઓફર (Offers) બહાર પાડી છે. જો તમારી પાસે Realme 8s સ્માર્ટફોન છે તો તમને Lava Agni 5G ફોન ફ્રીમાં (Get Free Lava Agni 5G) મળી શકે છે. જોકે, તેના માટે તમારે લાવાની ઓફિશિયલ સાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. લાવાએ ફોનના માર્કેટિંગ માટે ‘દેશ ભક્તિ’નું કાર્ડ રમ્યું છે. હેન્ડસેટ માટે યૂઝર્સ સાતમી જાન્યુઆરી, 2022 સુધી રજિસ્ટ્રેશન કરી શકશે. લાવાએ રિયલમી બ્રાન્ડને ચાઇનીઝ બ્રાન્ડ ગણાવતા લાવાએ કહ્યું છે કે, એક બાજુ પસંદ કરો. લાવાએ ટ્વિટર પર લખ્યું છે કે, “ભારત મારો દેશ છે પરંતુ મારો સ્માર્ટફોન ચાઇનીઝ છે. શું વાસ્તવમાં આ હું છું?”

મફતમાં મળશે Lava Agni 5G સ્માર્ટફોન

તમે તમારા રીયલમી 8S સ્માર્ટફોનને મફતમાં Lava Agni 5G સાથે એક્સચેન્જ (Exchange Offer) કરી શકો છો. તેના માટે તમારે લાવાની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર બાદ તમારું નામ, કોન્ટેક્ટ (મોબાઇલ નંબર, ઇમેઇલ) અને સરનામું વગેરે આપવાનું રહેશે.

હવે એક્સચેન્જ નાઉ ઓપ્શન પર ક્લિક કરો. તે પછી, ગ્રાહક સેવા પહેલ – AGNI મિત્રા એક્સચેન્જ માટે એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે યૂઝર્સનો સંપર્ક કરશે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને Lava Agni 5G સ્માર્ટફોન ઇન્વોઇસ સહિત મળી જશે.

Lava Agni 5Gના ફીચર્સ અને કિંમત

ડિઝાઇનની દ્રષ્ટિએ Lava Agni 5Gની આકર્ષક ડિઝાઇન અને મેટ ફિનિશ બેક ધરાવે છે. ડિવાઇસ ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 810 SoC દ્વારા સંચાલિત છે, જે 8GB RAM અને 128GB સ્ટોરેજ સાથે જોડાયેલ છે, તે 256GB સુધીના વધારાના સ્ટોરેજને સપોર્ટ કરે છે.

કેમેરો

અપફ્રન્ટની વાત કરીએ તો Lava Agni 5G 90Hz રિફ્રેશ રેટ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે 6.78-ઇંચ ફુલ-એચડી+ ડિસ્પ્લે ધરાવે છે. 16MP ફ્રન્ટ-ફેસિંગ સેન્સરને રાખવા માટે પંચ-હોલ કટઆઉટ છે. પાછળના ભાગમાં, સ્માર્ટફોન 64MP પ્રાઇમરી સેન્સર, 5MP વાઇડ-એંગલ લેન્સ અને 2MP ડેપ્થ અને મેક્રો શૂટર્સ સાથે ક્વાડ રિયર કેમેરા સેટઅપ ઓફર કરે છે. કેમેરા ફીચર્સમાં AI મોડ, સુપર નાઈટ અને પ્રો મોડનો સમાવેશ થાય છે.

બેટરી

અન્ય ફીચર્સમાં 33W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000 mAh બેટરી, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, 3 5G બેન્ડ સપોર્ટ, વગેરેનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોન 8GB રેમ અને 128GB સ્ટોરેજ મોડલ સાથે રૂ.19,999માં ઉપલબ્ધ છે.