કેવાયસી અપડેટ કરાવવાની મુદત 31 માર્ચ સુધી લંબાવવામાં આવી

ગ્રાહકો સામે નિયંત્રણકારી પગલાં ન લેવા બેંકોને સુચના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-12-2021

(દિપાલી એમ. બગડા) ઓમિક્રોનના કારણે જાગેલી અનિશ્ર્ચિતતા વચ્ચે નિયમિત સમયાંતરે કેવાયસી અપડેટ કરાવવાની છેલ્લી તારીખ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ 31 માર્ચ સુધી લંબાવી બેંકોને નાણાકીય વર્ષના અંત સુધી ગ્રાહકો સામે નિયંત્રણાત્મક પગલા ન લેવા જણાવ્યું છે. અગાઉ મે મહિનામાં આરબીઆઇએ કેવાયસી અપડેશન માટે 31 ડીસેમ્બરની

મુદત આપી હતી. કોરોનાની બીજી લહેરના કારણે મધ્યસ્થ બેંકે આ પગલું ભર્યુ હતું.આરબીઆઇની એક યાદીમાં જણાવાયું છે કે કોરોનાના નવા સ્વરૂપના કારણે ઉભી થયેલી અચોક્કસતાના સંદર્ભમાં કેવાયસીના સમયાંતર અપડેશન મામલે આપવામાં આવેલી રાહતનો સરકર્યુલર 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવે છે.