નવા વર્ષે વોટ્સએપ લાવશે શાનદાર ફીચર, એડમિન એક સાથે લિંક કરી શકશે 10 ગ્રુપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-12-2021

ટેલિગ્રામ ચેનલોમાં અમર્યાદિત સંખ્યામાં સબ્સ્ક્રાઇબર્સ હોઈ શકે છે, અને ફક્ત એડમિન્સને જ પોસ્ટ કરી શકે છે. તેથી વોટ્સએપનું કોમ્યુનિટી ફીચર પણ આવું હશે તેવી શક્યતાઓ છે.

વોટ્સએપે વર્ષ 2021માં અનેક નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. હવે અહેવાલ છે કે કંપની iOS યૂઝર્સ માટે એક નવું બીટા અપડેટ રોલ આઉટ કરવાની તૈયારી કરી રહી છે. નવા વર્ષમાં 2.22.1.1 વર્ઝન પ્લેટફોરમનું પહેલું બીટા અપડેટ હશે. જોકે, એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, પરંતુ પહેલા iOS યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, મેટાની માલિકીની કંપની છેલ્લા ઘણા સમયથી એક કોમ્યુનિટી ફીચર (WhatsApp Community Feature) પર કામ કરી રહી છે. આ તે જ ફીચર હોઇ શકે છે.

એક સાથે લિંક થઇ શકશે 10 ગ્રુપ્સ

WABetainfo દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રિનશોટ અનુસાર, એક કોમ્યુનિટીનું નામ અને ડિસ્ક્રિપ્શન હશે. જેવું કે ગ્રુપ માટે હોય છે. નામ અને ડિસ્ક્રિપ્શન લખ્યા બાદ યૂઝરને નવું ગ્રુપ બનાવવા કે વધુમાં વધુ 10 ગ્રુપ્સને લિંક કરવાનો ઓપ્શન મળશે. કોમ્યુનિટીમાં એક એનાઉન્સમેન્ટ ગ્રુપ પણ જોવા મળ્યું હતું. રિપોર્ટ અનુસાર, વોટ્સએપ જાતે જ એડમિન માટે ગ્રુપ બનાવશે. આ ગ્રુપ દ્વારા એડમિન લિંક કરેલા તમામ ગ્રુપ્સમાં મેસેજ મોકલી શકશે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કોઇ એક કોમ્યુનિટીમાં સામેલ થયા બાદ યૂઝર તે ગ્રુપ્સને નહીં જોઇ શકે, જે તેમાં સામેલ નથી. સાથે જ કોમ્યુનિટીથી અલગ થયા પછી તે તેમાં લિંક થયેલા ગ્રુપ્સને ત્યાર બાદ જોઇ શકશે નહીં.

અધિકારિક જાણાકરી ઉપલબ્ધ નહીં

આ ફીચર એવું જ હશે જેમ કે ઘણી બધી ચેનલને એકસાથે ડિસ્કાર્ડ કોમ્યુનિટી અંતર્ગત રાખવામાં આવે છે. હજુ સુધી વોટ્સએપદ્વારા આ ફીચર વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ અહેવાલોની માનીએ તો આ ફીચરને આવવામાં હજું ઘણો સમય લાગી શકે છે.