મોરબીમાં વિદેશથી આવેલા છ લોકો હોમ કવોરન્ટાઇન: કુલ 21 નાગરીકો વિદેશથી આવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-12-2021

કોરોના મહામારી હજુ પણ યથાવત જોવા મળે છે અને કોરોનાનો ઓમીક્રોન નામે નવો વેરીએન્ટ આવ્યો હોય જે વધુ ઘાતક હોવાથી વિદેશથી આવેલા છ નાગરિકોને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા છે.

ઓમીક્રોન વેરીએન્ટ વધુ ઝડપે ફેલાતો હોય જેથી વિશ્વના તમામ દેશો સાબદા બન્યા છે ભારત દેશમાં પણ નવા વેરીએન્ટના કેસો નોંધાતા મોરબીનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે અને વિદેશથી આવતા નાગરિકોના આરોગ્યની ચકાસણી તેમજ કોરોનટાઈન કરવા સહિતની કામગીરી ચાલી રહી છે જેમાં અગાઉ 17 મુસાફરો વિદેશ યાત્રાથી પરત આવ્યા હોય જેના રીપોર્ટ કર્યા હતા જે

તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા તો વધુ 21 મુસાફરો વિદેશ યાત્રાથી પરત ફર્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસથી પ્રાપ્ત થઇ છે. જે પરત ફરેલા મુસાફરો પૈકી 06 મુસાફરો હાઈરિસ્ક દેશોમાંથી પરત આવ્યા હોય જેથી સલામતીના ભાગરૂપે મુસાફરોને હાલ હોમ કોરોનટાઈન કરાયા છે હાલ મોરબી જીલ્લામાં કોરોનાનો એકપણ એક્ટીવ કેસ નથી છતાં વિદેશથી આવતા મુસાફરો ચેપ ના ફેલાવે તેની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.