SBIના કરોડો ગ્રાહકો માટે જરૂરી ખબર! ભૂલથી પણ આ નંબર કોઈ સાથે શેર ન કરતા, એકાઉન્ટ ખાલી થઈ જશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-12-2021

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI Alert)માં ખાતુ રાખતા ગ્રાહકો માટે જરૂરી ખબર છે. જો તમારૂ ખાતુ પણ આ બેન્કમાં  છે તો આ ખબર જરૂરથી વાંચી લો. હાલના દિવસોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transaction) ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે ફ્રોડ (Fraud)ના કેસમાં પણ ખૂબ જ તેજી જોવા મળી રહી છે

SBIએ આપી જાણકારી

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તમે કોઈ પણ રીતે પોતાના પૈસાને સુરક્ષિત રાખી શકો છો અને ડિઝિટલ ટ્રાન્ઝેક્શનથી બચી શકો છો. 

ફ્રી ગિફ્ટ અને વાઉચરના ચક્કરમાં ન ફસો

ઘણી વખત ફ્રોડ કરનાર ફ્રી ગિફ્ટ અને વાઉચરના ચક્કરમાં ફસાવીને ગ્રાહકોના પૈસા ખાતામાંથી ગાયબ કરી દે છે. લોકો કોઈ પણ લિંક પર ગિફ્ટના ચક્કરમાં ક્લિક કરી દે છે જેનાથી તેમના ખાતામાંથી બધા જ પૈસા ગાયબ થઈ જાય છે.

SBIએ જાહેર કર્યો વીડિયો

SBIએ ટ્વીટમાં એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે SBI અને તેમના કર્મચારીઓ દરેક ગ્રાહકોને સેન્સિટિવ જાણકારી જેવી કે ડેબિટ કાર્ડ ડિટેલ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ, ઓટીપી નથી માંગતું. આ ઉપરાંત કોઈ પણ થર્ડ પાર્ટીની લિંક પર ક્લિક કરવાના મેસેજ પણ નથી મોકલતું.

તમારે પોતાની બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર નથી કરવીની. આ ઉપરાંત અજાણી લિંક પર પણ ક્લિક ન કરો. ફેક બેન્ક ઈમેલના રિપ્લાય પણ ન આપો.

અહીં કરી શકો છો ફરિયાદ

આ ઉપરાંત આ પ્રકારના ફ્રોડની ફરિયાદ તમે સાઈબર ક્રાઈમ વિભાગને કરી શકો છો. તમે સાઈબર ક્રાઈમની વેબસાઈટ https://cybercrime.gov.in પર અથવા હેલ્પલાઈન નંબર 155260 પર પણ ફરિયાદ કરી શકો છો.