હળવદ તાલુકામાં સરપંચ પદ માટે 211, સભ્ય માટે 765 ફોર્મ ભરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-12-2021

હળવદ તાલુકાની ૬૨ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ૨૧૧ અને વોર્ડ સભ્ય માટે ૭૬૫ ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. જયારે તાલુકામાં ૧૨ ગ્રામ પંચાયત સમરસ થઇ હતી. જયારે  જયારે પેટામાં  ગ્રામ પંચાયત ચૂંટણી માં  એક  મંગળપુર સરપંચ બિનહરીફ જાહેર થઇ છે. 

હળવદ તાલુકામાં ?૬૨ સામાન્ય ગ્રામ પંચાયતોની અને ૪ પેટા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.૬૩ સરપંચ, ૫૨૦ વોર્ડ  સભ્યો માટે ચુંટણી યોજાનાર છે. સરપંચના કુલ ૨૧૧ ફોર્મ ભરાયાં હતા. જયારે  વોડ ઉમેદવાર માટે ૭૬૫ ફોર્મ ભરાયાં. ૫૧૦૦૧ પુરૂષ મતદારો અને ૪૫૬૩૧૦ મહીલા મતદારો કુલ ૯૬૬૩૨ મતદારો સરપંચ અને સભ્યોનું ભાવી અંગે મતદાન કરશે.કુલ ૧૧૫ બુથ માંથી  કુલ ૧૪  બુથ સંવેદનશીલ છે.

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામપંચાયત ની ચૂંટણીના  છેલ્લા દિવસે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારો તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત  બીઆરસી  ભવન ખાતે ગ્રામ પંચાયતના ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

હળવદ તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે  ઉમેદવારી પત્રો ભરવામાં ભારે ઘસારો જોવા મળ્યો હતો.

હાલમાં જાહેર થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અંતર્ગત હળવદ તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર હોવાથી સરપંચ પદ ના ઉમેદવારો તેમજ પંચાયતના વોર્ડના પેનલના સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભરવા ભારે ઘસારો જોવા હતો.

સમર્થકો સાથે સરપંચ ના ઉમેદવાર આવ્યા હતા,વિવિધ  ગ્રામપંચાયત ના સરપંચ પદના સમર્થક ઉમેદવાર તેમજ વોર્ડ સભ્યો ઉમેદવારી કરવાં ઉમટી પડયા હતા. છેલ્લા દિવસે ? ઉમેદવારોના  સમર્થકો ફોર્મ ઉમટી પડયા હતા.

હળવદ  તાલુકાની કુલ ૬૨ ગ્રામપંચાયત  ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વહેંચણી-સ્વીકાર  ની ૨૯ તારીખ થી શરૂઆત થતાં  તાલુકા માં ચૂંટણનો માહૌલ જામ્યો હોવાનું જોવાઇ રહ્યું હતું.આગામી ૬ તારીખે ભરાયેલ ફોર્મની ચકાસણી કરવામાં આવશે જ્યારે ૭ તારીખે ફોર્મ પરત ખેંચી શકાશે, ત્યારબાદ દરેક ગામમાં યોજાયેલી ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થશે.