શિક્ષકોના પ્રશ્નો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગાંધીનગર ખાતે મિટીંગ યોજાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-12-2021

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તથા રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ડો.વિનોદ રાવ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઇ હતી જેમાં શિક્ષણ જગતના પ્રાથમિક, માધ્યમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરવામાં આવી હતી મંત્રી દ્વારા આગામી સમયમાં પડતર પ્રશ્નો ઉકેલવા માટે અધિકારીઓ તથા નણાવિભાગ સાથે મિટીંગ યોજવા સંમતિ દર્શાવી છે. ટૂંક સમયમાં આગામી મીટીંગની તારીખ મળશે આ બેઠકમાં ભીખાભાઇ પટેલ, રમેશભાઈ ચૌધરી, મિતેષભાઈ ભટ્ટ, રતુભાઈ ગોળ, અમરીશ ભાઈ ઝિઝુવાડીયા, અનિલ ભાઈ રાઠવા, પરેશ ભાઈ પટેલ, જીગ્નેશભાઈ શાહ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી ઉપસ્થિત રહ્યા હતા.