મોરબી લાયન્સ કલબ-ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા વૃદ્ધાશ્રમમાં રાશન કિટનું વિતરણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-12-2021

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શોભેશ્ર્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમ ખાતે હંગર પ્રોજેકટ અંતર્ગત વૃદ્ધાશ્રમના વડીલોને એક માસ ચાલે તેટલા રાશનની કીટ જેમાં તેલ, ઘી, ગોળ અને જુવાર જેવી ખાદ્ય સામગ્રી અર્પણ કરવામાં આવી હતી આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ ટી.સી.ફુલતરિયા, ખજાનચી નાનજીભાઇ મોરડિયા, મહાદેવભાઈ ચીખલિયા, ડિસ્ટ્રિક્ટ 3232જે ના રીજિયન-2ના રીજીયન ચેરપર્સ રમેશભાઇ રૂપાલા હાજર રહ્યા હતા અને આ હંગર પ્રોજેક્ટનું દાતા ચિત્રા હનુમાનજી ધૂન મંડળ હતું.