ATM માથી પૈસા ઉપાડવા પર આવતા મહિનાથી વધશે ચાર્જ, બદલાઈ ગયા આ નિયમ

નવા વર્ષ અને નવા મહિનાથી ATM દ્વારા કેશ ટ્રાન્સેક્શન લિમિટનો ચાર્જ વધારી દેવામાં આવ્યો છે. બદલાયેલા આ નિયમો તમારે જાણવા જરૂરી, ATM ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-12-2021

આવતા મહિને ગ્રાહકોને મફત ATM ટ્રાન્ઝેક્શન લિમિટ પાર કરનાર લોકો પર વધારે રૂપિયાનો દંડ થશે. એટલે કે અત્યાર સુધી જે દંડની જોગવાઈ હતી તેમ વધારો થઈ રહ્યો છે.

ભારતીય રિઝર્વ બેન્ક જૂનમાં એ જાન્યુઆરી 2022થી મફત માસિક લિમિટ બાદ કેશ તેમજ નોન કેશ એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જિસ વધારવાની પરવાનગી આપી ચૂકી છે. એક્સિસ બેન્કે કહ્યું હતું કે RBI ના ગાઈડલાઇન્સ અનુસાર એક્સિસ બેન્ક અથવા બીજી બેન્કોના એટીએમમાં ફ્રી લિમિટ ઉપર નાણાંના ટ્રાન્ઝેક્શન માટે ફી રૂપિયા 21 રુંપિયા પ્લસ જીએસટી રહેશે. જે 1 જાન્યુઆરી 2022 થી લાગુ થશે.

ચાર્જમાં સામાન્ય વધારો: આવતા મહિને ગ્રાહકોને મફત ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદા વધારીને 20 રૂપિયા હતી જેમાં હવે ટેક્સ પણ લાગશે અને 21 રૂપિયા ચાર્જ પણ લાગશે. RBI ના એક સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે બેંકોને વધારે ઇન્ટરચેન્જ ફીની ભરપાઈ કરવા અને ખર્ચમાં સામાન્ય વધારાને ધ્યાનમાં રાખીને, તેમને ગ્રાહકો માટે ચાર્જ વધારીને 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરિપત્ર અનુસાર, આ વધારો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.