ઓમિક્રોન સામે નવી ગાઇડલાઇન લાગુ: એરપોર્ટ-રેલવે એલર્ટ મોડમાં

રેલવેમાં પણ હવે રિઝર્વેશન સમયે કયાં જવું છે તેની સંપુર્ણ વિગતો જણાવવી પડશે
એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોના રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેઓને ત્યાં જ રાખવાની વ્યવસ્થા કરાઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-12-2021

વિશ્વના ઓમિક્રોન નામના નવા જોખમને પગલે દેશો ફરીવાર કડક નિયંત્રણો લાદવા લાગ્યા છે. થોડા સમય પુર્વે કોરોનાનું જોખમ હળવું થતા અનેક દેશોમાં પ્રતિબંધો હળવા કરાયા હતા તેમજ આંતરરાષ્ટ્રીય ફલાઇટોને મંજુરી સહિતના નિયમો લાગુ થયા હતાં જો કે, હવે ફરીવાર જોખમ ઉભું થતા જ અનેક દેશોએ ચુસ્ત નિયમો બનાવી દીધા છે. ઓમિક્રોન પગપેસારો કરતા રોકવા માટે દક્ષિણ આફ્રિકા સહિતના અનેક દેશોની યાત્રા પર પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.

ત્યારે હવે આપણા દેશમાં પણ રેલવે તેમજ એરપોર્ટ ઓથોરિટીએ ફરીવાર પોતાના નિયમો કડક બનાવ્યા છે. નવા વેરિયન્ટમાં પગલે એલર્ટ મોડમાં આવેલી રેલવેએ નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. ઉત્તર રેલવેના મહાપ્રબંધક આશુતોષ ગંગલે મંગળવારે અંબાલા, દિલ્હી, લખનૌ, મુરદાબાદ તેમજ ફિરોઝપુર મંડળના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી ઓમિક્રોનના મામલે નવા દિશા- નિર્દેશો જાહેર કરી દીધા છે.

ઉપરાંત અધિકારીઓએ કોરોનાકાળમાં જે ગાઇડલાઇન જાહેર કરી હતી તેનો જ રિવ્યુ કરતા આ નિયમોમાં કોઇપણ પ્રકારની ઢીલ ન રાખવાની બાબતની સુચના આપી હતી. જેમના તમામ મંડળોના ફરજ પર રહેલા કર્મચારીઓ તેમજ અધિકારીઓના કોરોના વેકિસનેશન બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છેકે, હજુ સુધીમાં 90 ટકા રેલવે કર્મચારીઓ તેમજ અધિકારીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે જયારે 60 ટકા લોકોએ બીજો ડોઝ લગાવ્યો છે.

જેના પગલે તમામ મંડળો બીજા ડોઝ પર ધ્યાન આપવા જણાવાયું છે.વધતા જોખમને જોતા જો ત્રીજા ડોઝનો નિર્દેશ અપાયા છે. જે માટે કર્મચારીઓને જાગૃત કરવાનું કહેવાયું છે. ઉપરાંત રેલવે હોસ્પિટલોમાં ઓકિસજન પ્લાનને શરૂ રાખવાની સુચના અપાઇ હતી.તેને દરરોજ ચેક કરતા રહેવા જણાવાયું જેથી જરૂર પડયે તેમાં પરેશાની ન આવે. ઉપરાંત કમ્પયુટરીકૃત રિઝર્વેશન વખતે યાત્રીઓએ પોતે કયાં જવું છે તેનું સરનામું પણ આપવું પડશે.

ત્યારે રેલવેએ જણાવ્યું કે, તે ઓમિક્રોનના મામલે સંપુર્ણ રીતે એલર્ટ છે. તો બીજી તરફ હવે એરપોર્ટ પર પણ ઓમિક્રોનના પગલે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય સચિવે જણાવ્યું કે, એરપોર્ટબંદર તેમજ જમીની સીમાથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો પર કડક નજર રાખવાની સલાહ અપાઇ છે. એરપોર્ટ પરના નિયમો વધુ કડક બનાવાયા છે. વિદેશ જતા પુર્વે પાસપોર્ટને રસીકરણ સર્ટિ. સાથે લિંક કરવો જરૂરી છે

તેમજ જોખમવાળા દેશોમાંથી આવતા લોકો માટે આરટીટી- પીસીઆર ટેસ્ટ જરૂરી છે. તેમજ તપાસના પરિણામ ન આવે ત્યાં સુધી એરપોર્ટની બહાર જવાની પરવાનગી નથી. જોકે, મળતી માહિતી મુજબ,ભારતમાં હજુ સુધી ઓમિક્રોનનો એકપણ મામલો નોંધાયો નથી. કેન્દ્રએ જોખમવાળા દેશોથી આવતા લોકોના આગમનના પહેલા તેમજ આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટના નિર્દેશ અપાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હી એરપોર્ટ પર એક સાથે 1500 યાત્રીઓને રહી શકાય તેવી વ્યવસ્થા છે.

જેમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોને ટેસ્ટના પરિણામ ન આપવા સુધી રોકવામાં આવશે. એક મુસાફરોને આરટી પીસીઆર ટેસ્ટ માટે રૂ.1000 ચુકવવા પડશે. જેમાં પરિણામ સુધી તેમના રહેવા જમવાની રકમ પણ સામેલ છે. હાલ, યુરોપીય દેશ,બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોટસવાના, ચીન, મોરિશીયસ, ઝિમ્બાબ્વે, સિંગાપુર, ઇઝરાયલ, ન્યુઝિલેન્ડ તેમજ હોંગકોંગ જોખમવાળા દેશોની યાદીમાં સામેલ છે.