શિયાળાનાં પગરવ : સવારે ઠેર-ઠેર ધુમ્મસ છવાયુ : ગુલાબી ઠંડીનો અહેસાસ

હવે ક્રમશ: ઠંડી વધશે : શનિવાર સુધી ધુમ્મસ છવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2021

મોરબી સહીત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં આજથી શિયાળાના પગરવ થયા છે અને આજે સવારે ઠેર ઠેર તાપમાનનો પારો ગગડતા ગુલાબી ઠંડીનો અહેસાસ પણ પામ્યો હતો. આ ઉપરાંત આજરોજ સવારે રાજકોટ સહિત વિવિધ સ્થળોએ ચાલુ શિયાળુ સિઝનનું સૌપ્રથમ ધુમ્મસ છવાયું હતું.

વ્હેલી સવારથી માંડી મોડી સવાર સુધી આજે ગાઢ ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો. સવારમાં ધુમ્મસની ચાદર છવાતા રોડ-રસ્તા ઉપર દુરથી જોવાનું મુશ્કેલ બન્યુ હતું. તો હાઇરાઇઝ બિલ્ડીંગો ધુમ્મસમાં થોડીવાર ગાયબ થઇ ગયા હતા.

રાજયમાં આજે સૌથી વધુ ઠંડીનો અહેસાસ અમદાવાદ 14.3 અને 14.7 ડીગ્રી સાથે ગાંધીનગરમાં થયો હતો. આ ઉપરાંત નલિયા 15.2 અને ડીસા 15.4 ડીગ્રી સાથે બીજા ક્રમે સૌથી વધુ ઠંડા રહ્યા હતા.

દરમ્યાન હવામાન કચેરીનાં સુત્રોના જણાવ્યા મુજબ હવે આજથી ઠંડીમાં ક્રમશ: વધારો થશે અને સવારનાં તાપમાનમાં સરેરાશ 2 થી 4 ડીગ્રીનો ઘટાડો આવશે. આ ઉપરાંત આવતા શનિવા સુધી ઠેર ઠેર સવારમાં ઘુમ્મસ પણ છવાશે.