ટંકારા પંથકમાં મોટર સાયકલ ચોરી કરનાર ચાર ઝડપાયા, એક ફરાર

મેઘપર (ઝાલા) ગામની સિમમાં સંતાડેલા પાંચ બાઇક કબ્જે કરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-11-2021

ખેતમજૂરી કરવાની આડમાં મોટર સાયકલ ચોરીને અંજામ આપતી મધ્યપ્રદેશ જિલ્લાના વતની ગેંગને ટંકારા પોલીસે પાંચ ચોરાવ મોટર સાયકલ સાથે ઝડપી લીધી છે. હાલ ચાર શખ્સો પોલીસની ગિરફતમાં આવી ગયા છે જ્યારે એક શખ્સને ફરાર દર્શાવવામાં આવ્યો છે.

ટંકારા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન એક મોટર ચાલકને બંગાવડી ગામના પાટીયા પાસે શંકાસ્પદ હાલતમા મળી આવતા જરૂૂરી દસ્તાવેજો માંગતા તેની પાસે નહિ હોવાનુ જણાવતા ગુજકોપ પોકેટકોપ મારફતે ખરાઈ કરાવતા આ મોટરસાયકલ ટંકારા પો.સ્ટે એ પાર્ટ ગુ. ર. ન. 111 890 0621 0955/ 2021 ઇ.પી.કો.કલમ 379 મુજબના ગુન્હામાં ચોરીના મુદ્દામાલ તરીકેનુ હોવાનું ખુલતા કોયલી ગામે ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના કલ્પેશભાઈ નંગરસિહ વાસ્કેલા નામના શખ્સને દબોચી લેવાયો હતો.

બાદમાં પોલીસે આ શખ્સના રીમાંડ મેળવી પુછપરછ કરતા અન્ય આરોપીઓ સાથે મળી બીજા ચાર મોટરસાયકલ ચોરી કરી મેઘપર (ઝાલા) ગામે વોકળા પાસે બાવળની ઝાડીમા સંતાડેલ હોવાનું કબુલાત આપતા કુલ પાંચ મોટર સાયકલ કબ્જે લેવાયા છે. આરોપીઓએ ટંકારા તાલુકામાંથી જ મોટર સાયકલ ચોરીને અંજામ આપ્યું હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે ખેતમજૂરીની આડમાં ચોરી કરતા કલ્પેશભાઈ નંગરસિહ વાસ્કેલા ઉપરાંત ચોરીને અંજામ આપતા સોનુ શ્યામલા મૈડા, ઉ.વ.22 ધંધો ખેતી રહે ભોળાગામ તા. ધોરાજી જી.રાજકોટ મુળ પૂનીયાવાડ તા કઠીવારા જી અલીરાજપુર (એમ.પી), રૂૂમાલ ભુરસિંહ પરમાર, ઉ.વ.21, રહે.ખેંગરકા તા.પડધરી જી. રાજકોટ મુળ પનાલા તા કઠીવારા જી અલીરાજપુર (એમ.પી), થાનેશ મૈથુભાઈ મૈડા, ઉ.વ.19 રહે મેઘપર (ઝા) તા. ટંકારા જી. મોરબી મુળ આમખુટ તડવીફળીયુ તા કઠીવારા જી અલીરાજપુર (એમ.પી) વાળાને પણ ઝડપી લીધા છે.