બેન્કીંગ નાણાકીય સેવાના એસએમએસ ‘ફ્રી’ થઈ જશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2021

દેશમાં ડીજીટલ સેવાને વેગ આપવા માટે હવે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ તમામ ટેલીકોમ કંપનીઓને એસએમએસ સાથે જોડાયેલી અનરીસ્ટ્રીકટેડ યુઝર્સ ડેટા (બલ્ક એસએમએસ) સેવા નિયુક્ત કરવાનો પ્રસ્તાવ કર્યા છે. બેન્કો તથા અન્ય નાણાકીય સહિતની કંપનીઓ શોપીંગ વિ. તથા અન્ય કંપનીઓ ગ્રાહકને તેના ટ્રાન્જેકશન માટે જે એસએમએસ એલર્ટ મોકલે છે તેમાં હાલ મોબાઈલ કંપનીઓ ચાર્જ વસુલે છે પણ હવે ખાસ કરીને બેન્કીંગ ડીજીટલ સેવા સાવ ફ્રી થઈ જશે. જેથી સાયબર ફ્રોડમાં ગ્રાહકોને તાત્કાલીક જાણ થઈ શકશે.

બેન્કે તેના ગ્રાહકોને બેલેન્સ જાણવા કે અન્ય કઈ બેન્કીંગ કામ થઈ શકે છે. જેમાં ફંડ ટ્રાન્સફરમાં પણ આ પ્રકારના સંદેશામાં એસએમએસથી મોકલાવે છે અને ગ્રાહક તેથી તેની ડીજીટલ સેવામાં અપડેટ રહે છે. પરંતુ તેમાં બેન્કો ચાર્જ પણ લે છે. કારણ કે મોબાઈલ કંપનીઓ ચાર્જ વસુલે છે એ ટ્રાઈએ તા.8 ડિસેમ્બરથી આ પ્રકારની ડીજીટલ સેવા ફ્રી કરવાનો પ્રસ્તાવ કર્યો છે અને તે માટે એક કમીટી પણ નીમી છે જે બેન્કો મોબાઈલ કંપનીઓ સાથે વાતચીત કરશે.