હવે સીધી તમારા બેંક એકાઉન્ટમાં આવશે Electricity સબસિડી! જાણો શું છે સરકારનો પ્લાન

માનવામાં આવે છે કે સરકારના આ નિર્ણય પર વિજળીના ગ્રાહકો પર પડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2021

સંસદના 29 નવેમ્બરથી શરૂ થનાર શીતકાલીન સત્રમાં (Parliament winter session)કેન્દ્ર સરકાર એક નવું વિજળી સંશોધન બિલ (Electricity Amendment Bill)પણ લાવવાની છે. વિજળી સંશોધન બિલનું ડ્રાફ્ટ લગભગ ફાઇનલ થઇ ગયું છે. આ બિલ પ્રમાણે વિજળી કંપનીઓને સરકાર તરફથી કોઇ સબસિડી (Electricity subsidies)આપવામાં આવશે નહીં પણ સરકાર ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં સબસિડી ડાયરેક્ટ ટ્રાન્સફર (Direct Benefit Transfer)કરશે. આ બિલકુલ તે પ્રમાણે છે જેમ રસોઇ ગેસની સબસિડીમાં થાય છે.

આ બિલના માધ્યમથી વિજળી વિતરણને (Power distribution)ડી-લાઇસેન્સ (De-license) કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવશે. તેનો ફાયદો એ થશે કે વિજળી વિતરણના પ્રાઇવેટ પ્લેયર સરકારી વિતરણ કંપનીઓ સાથે પ્રતિસ્પર્ધા કરી શકશે. આ સિવાય ગ્રાહકો એ નક્કી કરી શકશે કે વિજળી વિતરણ કરનારી કંપનીઓમાંથી કોની પાસેથી વિજળી લેવા માંગો છો. આ વિશે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે (finance minister Nirmala Sitharaman)ગત યૂનિયન બજેટમાં કહ્યું હતું કે સરકાર એવા એક ફ્રેમવર્ક લાવવા પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ સંશોધનો પર મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ પહેલા જ વાંધો ઉઠાવી ચૂક્યા છે.

આવી રીતે થશે ગ્રાહકો પર અસર: માનવામાં આવે છે કે સરકારના આ નિર્ણય પર વિજળીના ગ્રાહકો પર પડશે. અત્યાર સુધી રાજ્ય સરકાર વિજળી પ્રદાન કરનાર કંપનીઓને એડવાન્સમાં સબસિડી આપે છે. આ સબસિડીના આધારે વિજળી કિંમતો નક્કી કરવામાં આવે છે. કારણ કે હવે વિજળી કંપનીઓને સબસિડી મળશે જ નહીં તો તેની સીધી અસર ગ્રાહક પર પડશે. ગ્રાકકોના બિલમાં વધારો થાય તેવી સંભાવના છે. જોકે બિલમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે કયા ગ્રાહકોને સબસિડી મળશે અને કોને નહીં

નવા કાનૂનથી વિજળી કંપનીઓના ખર્ચના આધારે બિલ વસુલવાની છૂટ મળશે. એક આંકડા પ્રમાણે હાલ વિજળી ઉત્પાદન કંપનીઓનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતા બિલથી 0.47 રૂપિયા પ્રતિ યૂનિટથી વધારે છે. જેની ભરપાઇ કંપનીઓ સબસિડીથી કરે છે. તો હવે આ વધારાનો ભાર લોકો પર પડવાનો છે કારણ કે હજુ સુધી સબસિડી કોને મળશે તે સ્પષ્ટ નથી.

સરકાર કેમ લાવી રહી છે બિલ: હાલ ઘણી વિજળી વિતરણ કંપનીઓ નુકસાનમાં ચાલી રહી છે. ડિસકોમ પર કંપનીઓના 95 હજાર કરોડ બાકી છે. ડિસકોમને સબસિડી મળવામાં લેટ થાય છે. જેનાથી વિતરણ કંપનીઓ સંકટમાં છે. આવામાં કંપનીઓને આ સંકટમાંથી બહાર આવવા માટે સરકાર આ બિલ લાવી રહી છે.