મોરબી ઉમા વિદ્યા સંકુલમાં લાયન્સ કલબ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-11-2021

મોરબી ઉમા વિદ્યા સંકુવિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા, ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા, ભારતના ભવિષ્યનુ વધુ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ઉમા વિદ્યા સંકુલ દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે ટીચરો માટે બે દિવસીય ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા, રીજીન ચેરપરસ રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા, ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્ર્વિનભાઈ અઘારા, હિતેશભાઇ સોરિયા તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સર્વે સભ્ય સહિતના હાજર રહ્યા હતા ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ ટીચરોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જોડાયેલા 30 જેટલા શિક્ષકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઉમા વિદ્યા સંકુલના શિક્ષિકા જાવીયા ડેનિસાબેન, તેમજ ભેડા દક્ષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.