વાંકાનેરના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે કોરોનામાં તેમજ અકસ્માતે મૃત્યુ પામેલા સ્વજનોના મોક્ષાર્થે મોક્ષકથા યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-11-2021

(Ajay Kanjiya) વાંકાનેર શહેરમાં ગઢની રાંગ પાસે આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે નીલકંઠ મહાદેવ મંદિર સમિતિ દ્વારા ગઢની રાંગથી રાવલ શેરી સુધી વિશાળ સમીયાળામાં કોરોના મહામારી તેમજ અકસ્માતે મૃત્યુ પામેલા સ્વજનોના મોક્ષાર્થે આગામી તા. ૨૦/૧૨/૨૦૨૧ થી તા. ૨૭/૧૨/૨૦૨૧ દરમિયાન ગઢની રાંગ ખાતે ભવ્ય શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (મોક્ષકથા) નું મંગલ આયોજન કરવામાં આવ્યું છે જે કથામાં ૨૦૧૦ માં ચાર એવોર્ડથી સન્માનિત થયેલા ઝુંડાળાવાળા (હાલ રાજકોટ) ભાગવતાચાર્ય શાસ્ત્રી અનિલપ્રસાદ જોષી પોતાની મધુર વાણી તેમજ અનેરા સંગીતની શૈલી સાથે ભાગવત કથા (મોક્ષ કથા) નું રસપાન કરાવશે જે કથાનો સમય દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ નો રહેશે. આ કથામાં પોથીયાત્રા તા. ૨૦/૧૨/૨૦૨૧ ને સોમવારના રોજ બપોરે ૩:૧૫ કલાકે ગોવર્ધન નાથજીની મોટી હવેલીએથી પ્રસ્થાન કરી ચત્રભુજ મંદિરે થઈને શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે પધારશે તેમજ તા. ૨૪/૧૨/૨૦૨૧ ને શુક્રવારના રોજ શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ તેમજ શ્રી કૃષ્ણ જન્મ (નંદ મહોત્સવ), તા.૨૫/૧૨/૨૦૨૧ ને શનિવારના રોજ શ્રી ગિરિરાજ પ્રાગટ્ય સમારોહમાં ગિરિરાજજીને ૫૬ ભોગ ધરાવાશે અને મંડપમાં નગરજનો દ્વારા મહાઆરતી અને દીપ યજ્ઞ થશે, તા. ૨૬/૧૨/૨૦૨૧ ને રવિવારના રોજ શ્રી કૃષ્ણ રૂક્ષમણી વિવાહ ઉત્સવ, તા. ૨૬/૧૨/૨૦૨૧ ને રવિવારના રોજ શ્રી સુદામા ચરિત્ર તથા શેષ કથાઓ ઉજવાશે તેમજ તા. ૨૭/૧૨/૨૦૨૧ ને સોમવારના રોજ કથાની પુર્ણાહુતી થશે અને કથા પુર્ણાહુતી બાદ મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર ખાતે નીલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા આયોજીત આ કથામાં કોરોનાની મહામારીમાં તેમજ અકસ્માતે અથવા કોઈ સ્વજનોના મોક્ષાર્થે કથામાં પાટલો રાખવો હોય તો હરેશભાઈ ત્રિવેદી (બબુભાઈ) મો. ૬૩૫૩૧ ૭૯૦૮૮ તથા વિનેશભાઈ મિયાત્રા મો. ૯૧૦૬૩ ૪૭૧૨૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.