જામનગરના બ્રાસ સ્ક્રેપ ઉદ્યોગ માટે લાભદાયી નોટીફીકેશનની જાહેરાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-11-2021

કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ કાયદા પ્રમાણે મેટલ સ્ક્રેપના ટ્રેડીંગ તથા ઉત્પાદનના એકમોને માલની હેરફેર તથા પ્રોસેસ સમયે ઘણી અડચણો આવતી હતી. આ પ્રશ્ને જામનગર ફેકટરી ઓનર્સ એસો. જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. તથા એકઝીમ મેટલ મરચન્ટ એસો.ના હોદ્ેદારોએ સંસદ સભ્ય પૂનમબેન માડમને રજુઆત કરી હતી.

આ પ્રશ્ને યોગ્ય નિરાકરણ લાવવા સંસદસભ્ય પૂનમબેન માડમે કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે રૃબરૃ મુલાકાત ગોઠવી હતી. જેમાં ત્રણેય એસો. ના હોદ્દેદારો લાખાભાઈ કેશવાલા, દિનેશભાઈ ડાંગરીયા, ધરમભાઈ જોશી, અગ્રણી ઉદ્યોગકાર જીનેશભાઈ શાહ, સંસદસભ્યની આગેવાની હેઠળ કેન્દ્રીય મંત્રીને મળ્યા હતા અને વિસ્તૃત રજુઆત કરી હતી. જે અનુસંધાને કેન્દ્ર સરકારે તા. ૧૫-૧૧-૨૦૨૧ ના દિને નોટીફીકેશન બહાર પાડી પ્રવર્તમાન કાયદામાં સુધારા કરી બેઝલ નોર્મસ્ મુજબના જે રીતે વિશ્વભરના દેશોમાં વેપાર થાય છે તે પ્રમાણે સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી જામનગર સહિત દેશમાં મેટલ સ્ક્રેપનો વ્યવસાય કરી રહેલા તમામ વ્યવસાયકારોના પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. અને સંસદસભ્ય પૂનમબેનના પ્રયાસોને સફળતા મળી છે.