iPhone યૂઝર્સ માટે મોટા સમાચાર: હવે રિપેરિંગ પાછળ થતો ખર્ચ ઘટશે, Appleએ લીધો આ નિર્ણય

Apple યૂઝર્સ આઈફોન અને મેક કોમ્પ્યુટર (Mac computer)નું રિપેરિંગ જાતે જ કરી શકશે. આ પ્રોગ્રામમાં આઇફોન 12, આઇફોન 13 મોડેલ્સ વગેરેના પાર્ટ્સ સામેલ હશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-11-2021

આઈફોન રિપેરિંગ (iPhone repair) કરવાનો ખર્ચો વધુ આવતો હોવાની ફરિયાદ ઘણા ગ્રાહકો કરતા હોય છે. જોકે, હવે Apple દ્વારા પોતાનો જ રિપેરિંગ સર્વિસ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત થઈ છે. જેના કારણે આઈફોન 13 (iPhone 13)ને રિપેરિંગ કરવા પાછળ ઓછો ખર્ચ થશે. Apple પર લાંબા સમયથી રિપેરિંગ પ્રોગ્રામ શરૂ કરવાનું દબાણ હતું. દબાણના પરિણામે જ Appleને હવે સેલ્ફ સર્વિસ રિપેર પ્રોગ્રામ (Apple Self service repair program) શરૂ કરવો પડ્યો છે.

Appleનો રિપેરિંગ પ્રોગ્રામ શું છે?

Apple દ્વારા સેલ્ફ સર્વિસ રિપેરિંગ પ્રોગ્રામ (Apple Self Service Repair program)ની જાહેરાત કરવામાં આવી છે. જેના હેઠળ Apple યૂઝર્સ આઈફોન અને મેક કોમ્પ્યુટર (Mac computer)નું રિપેરિંગ જાતે જ કરી શકશે. આ પ્રોગ્રામમાં આઇફોન 12, આઇફોન 13 મોડેલ્સ વગેરેના પાર્ટ્સ સામેલ હશે.

પાર્ટ્સ ઓર્ડર કરી શકાશે

આ બાબતે Appleએ જણાવ્યું છે કે, આઇફોનનો સેલ્ફ સર્વિસ રિપેર પ્રોગ્રામમાં (Self Service Repair program) સમાવેશ કર્યા બાદ M1 ચિપ્સ દ્વારા ચાલતા મેકનો પણ સમાવેશ કરવામાં આવશે. પોતાના આઇફોન 13 કે આઇફોન 12નું રિપેરિંગ જાતે જ કરવા માંગતા યૂઝર્સ Apple Self Service Repair Online Store મારફતે જરૂરી પાર્ટ્સ ઓર્ડર કરી શકે છે. જોકે, કોઈપણ ફોન કે કમ્પ્યુટર રિપેરિંગ કરતા પહેલા નિયમો વાંચી લેવાની સલાહ આપવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, સેલ્ફ સર્વિસ રિપેર પ્રોગ્રામ હેઠળ 200થી વધુ પાર્ટ્સ પૂરા પાડવામાં આવશે. આ પાર્ટ્સની મદદથી ફોન 12 અને આઇફોન 13 મોડેલનું નોર્મલ રિપેરિંગ કરી શકાય છે. શરૂઆતમાં આઇફોન ડિસ્પ્લે, બેટરી અને કેમેરા જેવા પાર્ટ્સ પુરા પાડવામાં આવશે

Appleએ જણાવ્યું હતું કે, સેલ્ફ સર્વિસ પ્રોગ્રામ આવતા વર્ષની શરૂઆતમાં અમેરિકા ખાતે શરૂ થશે અને વર્ષના અંતમાં અન્ય દેશોમાં પણ આ પ્રોગ્રામ મળી રહેશે.

કોમ્યુટર રિપેરિંગ કરવાનો ખર્ચ ઘટશે

સર્વિસ પ્રોગ્રામમાં M-1 ચિપનો ઉપયોગ કરતા મેક કમ્પ્યુટર્સ પણ સામેલ કરવામાં આવશે. મોબાઇલ રિપેરિંગ સેન્ટરમાં યૂઝર્સને Appleના પાર્ટ્સ સસ્તા દરે અને ડિસ્કાઉન્ટ સાથે પુરા પાડવામાં આવશે.

કોણે આવો નિર્ણય લેવો જોઈએ?

સેલ્ફ સર્વિસ પ્રોગ્રામનો વિકલ્પ ઇલેક્ટ્રોનિક સાધનોનું રિપેરિંગ કરવાનો અનુભવ ધરાવતા વ્યક્તિએ લેવો જોઈએ તેવી સલાહ Apple દ્વારા આપવામાં આવી છે. રિપેરિંગનો અનુભવ ન હોય તેવા લોકોએ સર્ટિફાઇડ ટેકનિશિયન જેવા પ્રોફેશનલ્સ પાસે રિપેરિંગ કરાવવાની સલાહ આપી છે. આવા લોકો સુરક્ષિત રીતે Appleના અસલી પાર્ટ્સનો ઉપયોગ કરી શકે છે.

અહીં નોંધનીય છે કે, Appleએ 2019માં ખાસ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. મોબાઇલ રિપેરિંગ સેન્ટર્સ ત્યાંથી Apple આઇફોનના પાર્ટ્સ, ઇક્વિપમેન્ટ અને મેન્યુઅલ ખરીદી શકે છે. Appleએ જણાવ્યું હતું કે, તેના પ્રોગ્રામમાં હવે 5,000 ડાયરેક્ટ ઓથોરાઇઝ્ડ રિપેરિંગ સેન્ટર્સ ઉપરાંત 2,800 સ્વતંત્ર રિપેરિંગ સેન્ટર્સ છે.

Apple iPhone 13માં યૂઝર્સને શું મળી રહ્યું છે?

iPhone 13માં 6.10 ઇંચની 1170×2532 રેઝોલ્યુશનની Super Retina XDR નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમજ આ આઈફોનને Apple A 15 Bionic પ્રોસેસરની તાકાત અને iOS 14 ઓપરેટિંગ સિસ્ટમ મળે છે. આઈફોન 13માં પાછળની તરફ f/1.6 અપર્ચર સાથે 12 મેગાપિક્સેલનો એક અને f/2.4 અપર્ચર સાથે 12 મેગાપિક્સેલનો બીજો કેમેરો મળે છે. જ્યારે સામેની તરફ સેલ્ફી માટે 12 મેગાપિક્સેલનો કેમેરો આપવામાં આવ્યો છે.