Google pixel fold: ગૂગલે પિક્સલ ફોલ્ડ બનાવવાની યોજના રદ કરી, જાણો કારણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-11-2021

અત્યારસુધી એવી ચર્ચા ચાલી રહી હતી કે ગૂગલ ફોલ્ડેબલ સ્માર્ટફોન (Foldable smartphone) પર કામ કરી રહ્યું છે. જોકે, તાજા જાણકારી પ્રમાણે ગૂગલે ફોલ્ડેબલ ફોન (Google pixel fold) બનાવવાની યોજના પડતી મૂકી છે. ગૂગલે તેના પર કામ કરવાનું બંધ કરી દીધું છે. આનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ગૂગલ એવું માને છે કે તેનો સ્માર્ટફોન બજાર (Smartphones market)માં હાજર અન્ય ફોલ્ડેબલ સ્માર્ટફોનનો પ્રતિસ્પર્ધી નહીં બની શકે! ગિઝ્મોચાઇના (Gizmochina) પર પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

પહેલા સામે આવી હતી આ જાણકારી

અત્યારસુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે ગૂગલ પિક્સલ ફોલ્ડ (Google Pixel Fold) સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3ની સાઇઝમાં જ રજૂ કરવામાં આવશે. જેમાં 120Hz સુધી વેરિએબલ રિફ્રેશ રેટ સાથે LTPO ડિસ્પ્લે હશે. એવી જાણકારી પણ સામે આવી હતી કે ગૂગલના ફોલ્ડેબલ ફોનનો કેમેરો સૌથી સારો નહીં હોય પરંતુ તાજેતરમાં રજૂ કરાયેલા પિક્સલ 6 અને પિકસલ 6 પ્રોથી એક સ્ટેપ નીચે હશે. જૂની માહિતી પ્રમાણે પિક્સલ ફોલ્ડમાં 12.2 મેગાપિક્સલ સેન્સર (Sony IMX363) હશે. જેને પિક્સલ 3માં મુખ્ય સેન્સર તરીકે લાવવામાં આવ્યો હતો.

બ્લૂપ્રિન્ટ થઈ હતી લીક

એવું કહેવામાં આવતું હતું કે ગૂગલના ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં અંડર ડિસ્પ્લે કેમેરા સેટઅપ હોઈ શકે છે. લીક થયેલી Google Pixel Fold પરથી માલુમ પડે છે કે ડિવાઇસમાં ગૂગલનું ડિવાઇસ સેમસંગ ગેલેસ્કી સિરીઝ જેવું જોવા મળશે.

એવા પણ સમાચાર આવ્યા હતા કે કોરિયન કંપની સેમસંગ ગૂગલના Pixel Fold માટે Ultra-Thin Glass (UTG) સપ્લાઈ કરશે. સેમસંગ અને ગૂગલ પહેલા પણ અનેક પ્રોડક્ટ માટે ભાગીદારી કરી ચૂક્યા છે. જેમં વિયરેબલ ડિવાઇસ માટે Wear OS 3 અને આગામી Pixel 6 Seriesના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ માટે હાર્ડવેર કમ્પોનેન્ટ સામેલ છે. હવે ગૂગલ તરફથી આ આખો પ્રોજેક્ટ જ રદ કરી દેવામાં આવ્યો છે.