શા માટે ફેસબુકનું નામ બદલીને મેટા કરવું પડ્યું?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-10-2021

સોશિયલ મીડિયામાં સૌથી વ્યાપક અને શક્તિશાળી બની ચૂકેલી કંપની ફેસબૂકે પોતાનું નામ બદલીને મેટા કરી દીધું છે. તેની જાહેરાત કરતા ફેસબૂકના માલિક માર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે કંપની વર્ચ્યુઅલ રિયાલિટીમાં ખૂબ પ્રગતિ કરીને અસલી અને ડિજિટલજગત વચ્ચે ફરક જ ન રહે એવા સ્તરે લઈ જવા માગે છે. ઝુકરબર્ગે કહ્યું કે ફેસબૂક આજે વિશ્વના ઇતિહાસમાં સૌથી વધુ વપરાશમાં આવતી પ્રોડક્ટ છે, પરંતુ ફેસબૂક નામ સોશિયલ મીડિયા કંપની સ્વરૂપે બ્રાન્ડ થઈ ગયું છે.

જ્યારે કે હવે કંપની એથી આગળ વધીને વર્ચ્યુઅલ રિયાલિટીમાં આગળ વધવા જઈ રહી છે તેથી નવા ક્ષેત્રનું નવું નામ મેટાવર્સ અપનાવવામાં આવ્યું છે. કંપનીનું બ્રાન્ડ નેમ મેટા કરવામાં આવ્યું છે. તે માટે યુરોપિયન યુનિયનમાં હેડક્વાર્ટર બનાવી લેવામાં આવ્યું છે અને 10,000 કર્મચારીઓને નોકરીએ રાખી લેવામાં આવ્યા છે.

તેઓ મેટાવર્સ બનાવવામાં કંપનીની મદદે લાગી ગયા છે. નવા નામે પણ કંપનીનું ધ્યેય તો એ જ રહેશે. લોકોને નજીક લાવવા અને જોડવા! યુરોપિયન યુનિયનમાં હેડક્વાર્ટર બનાવી લેવામાં આવ્યું છે અને 10,000 કર્મચારીઓને નોકરીએ રાખી લેવામાં આવ્યા છે.

શું બદલાયું, શું નથી બદલાયું          

ફેસબૂક પર કોઈ એક્ઝિક્યૂટિવ ફેરફાર જોવા મળ્યા નથી, પરંતુ માર્ક ઝુકરબર્ગના ફેસબૂક પેજ ઉપર તેનો હાદ્દોે બદલાઈ ગયો છે. હવે તેના નામ નીચે સ્થાપક અને ઝ્રઈર્ં એટ મેટા લખાઈ ગયું છે.  ફેસબૂકનો લોગો એ જ રહ્યો છે, પરંતુ કંપનીના કૅલિફોર્નિયાના મેન્લો પાર્ક ખાતે આવેલા હેડક્વાર્ટર પર કંપનીનો લોગો પણ બદલાઈ ગયો છે. કંપનીના માળખામાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ કંપનીનો આર્થિક અહેવાલ ફેમિલી ઓફ એપ્સ અને રિયાલિટી લેબ્સ એમ બે ભાગમાં લખાશે.

ગ્રાહકોને કોઈ ફરક નહીં પડે

આ ફેરફાર ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને કોઈ અસર નહીં કરે. આ બધા પ્લેટ ફોર્મ જેવા છે તેવા જ રહેશે. માત્ર તેમની માલિક એવી કંપનીનું નામ બદલાઈ ગયું છે.

નવી કંપનીની નવી પ્રોડક્ટ્સ

મેટા નામ ધારણ કર્યા પછી કંપની વર્ચ્યુઅલ રિયાલિટીની નવી પ્રોડક્ટ વિકસાવશે. જેમ કે આવતા વર્ષે બજારમાં આવનાર પ્રોજેક્ટ કેમ્બ્રિયા નામનો હેડસેટ. આ હેડસેટ અત્યારના ક્વેસ્ટ-ટુ નામના હેડસેટ કરતાં પણ મોંઘા ભાવે બજારમાં આવશે.

વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત ચશ્મા પણ વિકસાવવામાં આવી રહ્યા છે.     નવી કંપનીના પ્લેટફોર્મ ઉપર લોકો વર્ચ્યુઅલ જગતમાં પ્રવેશીને એકબીજા સાથે જોડાઈ શકશે.