વાંકાનેર: અહીં પવનચક્કી ઉભી થાય તો તમને શું વાંધો ? પૂછતાં જ પી.આઇ. ઉપર હુમલો

વાંકાનેરના ખાંભાળા ગામે પોલીસ પાર્ટી ઉપર હુમલા કેસમાં 33 ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-10-2021

(અજય કાંજીયા) મોરબી જિલ્લામાં જ્યાં જ્યાં પવનચક્કી ઉભી થઇ રહી છે ત્યાં ગ્રામજનોનો વિરોધ થઈ રહ્યો છે એવામાં ગઈકાલે પવનચક્કી વાળા સીધા સંઘર્ષમાં ઉતરવાને બદલે સરકારી અધિકારીની ઓથ લઈ રહ્યા છે ત્યારે ગઈકાલે આવા જ એક કિસ્સામાં વાંકાનેર તાલુકાના ખાંભાળા ગામે પવનચક્કી ઉભી કરવા સામે વાંધો લેનાર ગ્રામજનોને સાંભળવા ગયેલ પીઆઇ સહિતની પોલીસ પાર્ટી ઉપર હુમલો થતા કુલ 33 ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ખાંભાળા ગામે ખાંભાળા ગામે કીનટેક સીનજૅી પ્રાઈવેટ લીમીટેડની પવનચક્કી ઉભી કરવા સામે ગ્રામજનોએ વિરોધ કરી રહ્યા હોય વાંકાનેર સિટી પીઆઇ બટુકસીહ ગુમાનસીહ સરવૈયા ઉવ.૫૮ સહિતનો કાફલો ખાંભાળા ગામે ગયો હતો અને ગ્રામજનોને તમને પવનચક્કી ઉભી થાય તો શું વાંધો છે તેવો સવાલ પૂછી વાંધાઓ જણાવા કહેતા જ ગ્રામજનોમાંથી હુમલો થયો હતો.

વધુમાં વાંકાનેર સિટી પીઆઇ ઉપર કુંડલી વાડી લાકડીથી માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સ્વસ્થ થયા બાદ ખાંભાળા ગામે રહેતા (૧) રમેશભાઇ હઠાભાઇ (૨) મોના જીવણ (૩) ગોપાલ મોના (૪) મોમ જીવણ (૫) કાના હમીર (૬) તેજા જીવણ (૭) ગુણા મોમ (૮) રામા ઉર્ફે ઉકો તેજા (૯) ગુણા મોના (૧૦) ધના થોભણભાઇ (૧૧) માધા ભારાભાઇ (૧૨) રમેશ મશરૂભાઈ (૧૩) મૈયા પાચાભાઈ (૧૪) છેલા ધારાભાઈ (૧૫) વરવા પાચાભાઇ (૧૬) રાજુ ધારા (૧૭) ભુપત ભલા (૧૮) બાબુ ભલા (૧૯) બાલા કારા (૨૦) જગા હમીર (૨૧) છેલા મુળા (૨૨) પાચા મુળા (૨૩) રણછોડ મોના (૨૪) જીતા મોમ (૨૫) નાનુ થોભણ તથા ત્રણેક અજાણ્યા પુરૂષ તથા પાંચેક અજાણી સ્રી વિરુદ્ધ પોતાના ઉપર થયેલા સામુહિક હુમલા અંગે ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઉપર થયેલા આ હુમલા પ્રકરણમાં તેમના જ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ,૩૩૩,૩૩૨,૩૫૩,૧૮૬,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી હાથમા લાકડીઓ સાથે આવી અસભ્ય વર્તન કરી કુંડલીવાળી લાકડી વડે માથાના ભાગે ગંભીર ઇજા કરી આડેધડ મારમારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે સ્ત્રી આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી ફરજમાં રુકાવટ કરવા અંગે ગુન્હો કરતા ફરિયાદ નોંધાવી છે અને આ મામલે પીએસઆઇ બી.ડી.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.