Reliance Jio નો દિવાળી ધમાકો! Jio Phone Next આ તારીખે થશે લોન્ચ, સામે આવી મોટી જાણકારી

Jio Phone Next Budget 4G Smartphone: જે ગ્રાહકો મુકેશ અંબાણીના આ સૌથી સસ્તા મોબાઇલ ફોનની રાહ જોઈ રહ્યાં છે તે લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તમે પણ જુઓ જીયો ફોન નેક્સ્ટ કરશે ધમાકો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-10-2021

મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની Reliance Jio ના સૌથી સસ્તા Jio Phone Next Budget 4G Smartphone ની રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 10 સપ્ટેમ્બરે ફોનનું વેચાણ શરૂ થવાનું હતું પરંતુ કમ્પોનેન્ટની કમીને કારણે તારીખને દિવાળી 2021 સુધી આગળ વધારી દેવામાં આવી અને તેની રિલીઝ ડેટને લઈને જાણકારીઓ સામે આવવા લાગી છે. મહત્વનું છે કે કંપનીએ આ વર્ષે પોતાની એજીએમમાં સૌથી સસ્તા ફોનની જાહેરાત કરી હતી. આ ફોન તે લોકોને ખાસ પસંદ આવશે જે એન્ટ્રી-લેવલ કિંમતમાં પ્રથમવાર એન્ડ્રોઇડનો અનુભવ કરવા ઈચ્છે છે.

Reliance Jio Phone Next Launch Date in India

મીડિયા રિપોર્ટ અનુસાર દિવાળી 2021 ને ગ્રાહકો માટે ખાસ બનાવવા માટે મુકેશ અંબાણીની કંપની પોતાના બજેટ સ્માર્ટફોન જીયો ફોન નેક્સ્ટને 4 નવેમ્બરે લઈને આવી રહી છે.

ભારતીય બજારમાં મુકેશ અંબાણીના આ લેટેસ્ટ અને આગામી ફોનને 3 હજાર રૂપિયાથી લઈને 3500 રૂપિયા વચ્ચે હોવાની આશા કરવામાં આવી રહી છે.

Jio Phone Next Features (લીક): ડિસ્પ્લેની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 720×1440 પિક્સલ રિઝોલ્યૂશનની સાથે એચડી પ્લસ ડિસ્પ્લે, સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ એન્ટ્રી-લેવલ ફોનમાં સ્નેપડ્રેગન 215 પ્રોસેસરની સાથે 2 જીબી રેમ આપવામાં આવી શકે છે. સોફ્ટવેરની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોઇડ 11 (ગો એડિશન) પર કામ કરે છે.

કહેવામાં આવી રહ્યું છે કે ફોનમાં ગ્રાહકોને 5.5 ઇંચની સ્ક્રીન, ફોનમાં પાવર આપવા માટે 2500 એમએએચની બેટરીની સાથે 16 જીબી રેમ મળી શકે છે. આ જીયો ફોન આ વખતે KaiOS ની સાથે નહીં પરંતુ Android OS (ગો એડિશન) ની સાથે આવશે. કેમેરાની વાત તરીએ તો ફોનના બેક પેનલ પર 13 મેગાપિક્સલનો કેમેરા સેન્ટર અને ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે.