મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી: રાસોત્સવ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-10-2021

મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા રઘુવંશી બહેનો માટે શરદ પૂનમના પર્વ નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિનામુલ્યે રાસોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા 160 થી વધુ રઘુવંશી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કેટેગરીના વિજેતા બહેનોને સંસ્થા તરફથી ઈનામો અર્પણ કરી સન્માનિત તેમજ પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા.આ પ્રસંગે મોરબી જલારામ મંદિર દ્વારા મહાપ્રસાદનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ.

કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી મહિલા મંડળના ચંદ્રિકાબેન પલાણ, હીનાબેન, અવનીબેન, નીલાબેન, ક્રિષ્નાબેન, ઉમાબેન સોમૈયા, અજંલીબેન, કવિતાબેન, નયનાબેન સહીતના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ મંદિરના ભાવીનભાઈ ઘેલાણી, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, અમિતભાઈ પોપટ, કીશોરભાઈ પલાણ, જીતુભાઈ પુજારા, રમેશભાઈ બુધ્ધદેવ, ચિરાગ રૂપારેલીયા સહીતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.