મોરબીમાં મિલ્કત પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર કૌટુંબીક શખ્સોનો છરીથી હુમલો

દોઢ વર્ષ અગાઉ પણ હુમલો કરાયો હતો, ઈજાગ્રસ્ત વૃધ્ધને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-10-2021

મોરબીમાં મિલ્કત પ્રશ્ર્ને ઝઘડો કરી પ્રૌઢ ઉપર કૌટુંબીક શખ્સોએ છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા છે. અગાઉ દોઢ વર્ષ પહેલા પણ પ્રોઢ ઉફર હુમલો કરાયો હતો. જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં કાલીકા પ્લોટમાં રહેતા ચંદુભાઈ કેશુભાઈ જાદવ (ઉ.વ.56) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે ઘરે હતા. ત્યોર મીલીદ જાદવ, કરણ જાદવ, અને તેની સાથેના અન્ય શખ્સોએ છરી વડે હુમલો કરી માર મારતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રાથમિક તપાસમાં આરોપીઓ તેના કૌટુંબીક જ હોય અને મિલ્કત પ્રશ્ર્ને ડખ્ખો ચાલતો હોય જે બાબતે અગાઉ દોઢ વર્ષ પહેલા પણ પ્રૌઢ ઉપર હુમલો કરી માર માર્યો હતો. ત્યારે ફરી હુમલો કરાતા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.