મોરબી: કોલસાની અછતની અસર મોરબીમાં પણ દેખાઈ, પીપળી રોડ વીજ કાપના ધાંધિયા શરુ, 100 એકમો પર વિપરીત અસર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-10-2021

મોરબીના પીપળી રોડ ઉપર છેલ્લા વર્ષોમાં ઘણા સિરામિક યુનિટ કાર્યરત થાય છે. સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં માટે વીજ પુરવઠાની નિરંતર જરૂર પડે છે, પણ વીજ કંપની દ્વારા વારંવાર કોઈને કોઈ કારણોસર વીજ કાપ મૂકવામાં આવે છે જેથી કારખાનામાં ઉત્પાદન બંધ થઈ જાય છે અને ઉદ્યોગકારોને મોટી નુકશાની સહન કરવી પડે છે. અહીના ઉદ્યોગકારોને રંગપર 66 કેવી સબ સ્ટેશનમાથી નિરંતર વીજ પુરવઠો આપવામાં આવે તેવી અહીના ઉદ્યોગકારોની માંગણી અને લાગણી છે.

હાલની પરિસ્થિતિમાં બધાજ રો-મટીરીયલ ભાવ તથા ગેસના ભાવ વધવાના કારણે મોરબીના સિરામિક ઉત્પાદકોની પડતર કિંમત ઊચી આવી ગયેલ છે તેવામાં પીપળી-જેતપર રોડ પર આવેલ રંગપર પાસેના 66 કેવી સબ સ્ટેશન ખાતે વીજ ધાંધીયા થતાં હોવાથી કલાકો સુધી કારખાનાઓમાં વીજ પુરવઠો મળતો નથી અને ઉત્પાદન બંધ રહે છે જેથી ઉદ્યોગકારોને લાખોની નુકશાની થાય છે. છેલ્લા બે દિવસથી વીજ ધાંધીયા હોવાના લીધે લગભગ 100 જેટલા કારખાનેદારોને હાલકીનો સામનો કરવો પડે છે.

એક બાજુ ઉદ્યોગ મુશ્કેલીમાં છે અને તેવામાં વારંવાર વીજ કાપનો પ્રોબ્લેમ આવી રહ્યો છે અને છેલ્લા એક વર્ષથી આ તકલીફ હોય ઘણી વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તો પણ તે નિરાકરણ આવતું નથી. ફેક્ટરીના ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થાય છે અને મશીનોને પણ મોટ્ટું નુકસાન થાય છે આટલું જ નહિ હાલ લોકલ સ્ટાફની અછત, મટેરીઅલની અછત, લોડ વધારે હોવા છતાં સમયસર સર્વિસનો અભાવ, 66 કેવી લાઇનના પ્રોબ્લેમ ઝડપથી સોલ્વ થતા નથી.