કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-10-2021

સરકારે દિવાળી ભેટ તરીકે સરકારી કર્મચારીઓને તેમના મોંઘવારી ભથ્થા (Dearness Allowance) માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ એ થયો કે કેન્દ્રીય કર્મચારીઓને હવે 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે,

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને આનંદના સમાચાર આપ્યા છે, એટલે દિવાળી પહેલા એક મોટી જાહેરાત થઈ છે. સરકારે દિવાળી ભેટ તરીકે સરકારી કર્મચારીઓને તેમના મોંઘવારી ભથ્થા (Dearness Allowance) માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ એ થયો કે કેન્દ્રીય કર્મચારીઓને હવે 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે. જેનો ફાયદો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળશે.

1 જુલાઈથી લાગૂ થશે જાહેરાત: કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ મોંઘવારી ભથ્થામાં નવો વધારો આ વર્ષે 1 જુલાઈથી લાગૂ પડશે. અગાઉ જુલાઈમાં સરકારે મોંઘવારી ભથ્થું (DA Hike) 11 ટકા વધારીને 28 ટકા કર્યો હતો. તે પછી હવે તેમાં 3 ટકાનો વધારો કરાયો છે. આ કારણે હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 31 ટકા DA મળશે.

લગભગ એક કરોડ લોકોને ફાયદો: સરકારની આ જાહેરાતથી 47.14 લાખ કેન્દ્રિય કર્મચારી અને 68.62 લાખ પેન્શર્સે ફાયદો મળશે. દિવાળીના અવસર પર કરવામાં આવેલી જાહેરાતથી સરકારને વર્ષે 9,488 કરોડ રૂપિયાનો બોજો પડશે.

સરકારે કેમ કરી જાહેરાત: શ્રમ મંત્રાલયે તાજેતરમાં જૂન, જુલાઇ અને ઓગસ્ટ માટે All India Consumer Price Index (AICPI) ડેટા જાહેર કર્યો છે. ઓગસ્ટમાં બહાર પાડવામાં આવેલ AICPI ઈન્ડેક્સ દર્શાવે છે કે તે 123 પોઈન્ટ સુધી પહોંચી ગયો છે. ઇન્ડેક્સ જેટલો ઉંચો વધે છે, તેટલી મોંઘવારીનું સ્તર ઉંચુ સૂચવે છે. જેના કારણે કેન્દ્ર સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) ની જાહેરાત કરી છે.