SBIમાં નોકરી મેળવીને ચમકાવો કિસ્મત, 2056 જગ્યા પર POની સરકારી નોકરી, ફટાફટ કરો એપ્લાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-10-2021

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસર ( SBI PO Vacancy 221) ની જગ્યા પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. SBI માં 2056 PO ની જગ્યાઓ છે (SBI PO Recruitment 221). આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2021 છે. 21 થી 30 વર્ષની વયના ઉમેદવારો એસબીઆઈ પીઓ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારોની ઉંમર 1 એપ્રિલ, 2021થી ગણવામાં આવશે. નોટિસમાં જણાવાયું છે કે SBI PO ભરતી પ્રિલિમિનરી પરીક્ષા નવેમ્બર અથવા ડિસેમ્બર 2021 માં લેવામાં આવશે. ગુજરાતમાં આ પ્રિલિમ એક્ઝામનું સેન્ટર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ગાંધીનગરમાં હોઈ શકે છે.

SBI PO ની ભરતી માટે અરજી SBI ની વેબસાઈટ, IBPS ની વેબસાઈટ ibpsonline.ibps.in/sbiposasep21/ પર જઈને ઓનલાઈન કરવાની છે. જ્યારે ખાલી જગ્યા સંબંધિત વધુ માહિતી માટે, SBI ની વેબસાઇટની મુલાકાત લો.

SBI PO Recruitment 2021 શૈક્ષણિક લાયકાત :

SBI PO ભરતી માટે, ઉમેદવાર કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ. આ સાથે, જેઓ તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ / સેમેસ્ટરમાં છે તેઓ પણ અરજી કરી શકે છે. જો કે, ઉમેદવારોએ નોંધ લેવી કે જો તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે, તો તેઓએ 31 ડિસેમ્બર, 2021ના ​​રોજ અથવા તે પહેલાં સ્નાતક થયાનો પુરાવો રજૂ કરવો પડશે.

જગ્યા :   2056 પોસ્ટ

લાયકાત : કોઈ પણ વિભાગમાં માન્યતાપ્રાપ્ત સંસ્થાનમાંથી ગ્રેજ્યુએટ

પસંદગી : રિટર્ન ટેસ્ટ અને ત્યારબાદ ઈન્ટરવ્યૂ દ્વારા

ઉંમર : 1-4-2021 સુધીમાં 30 વર્ષની ઉંમર મર્યાજા ધારવાત અને ઓછામાં ઓછા 21 વર્ષના સામાન્ય ઉમેદવારો એપ્લાય કરી શકે છે. જ્યારે એસસી, એસટી, ઓબીસી, પીડબલ્યૂડી માટે સરકારી નિયમો મુજબ ઉંમરમાં બાંધછોડ

ફીસ :  સામાન્ય, ઈડબલ્યૂ એસ અને ઓબીસી માટે 750 રૂ.

જાહેરનામું વાંચવા ક્લિક કરો             https://sbi.co.in/documents/77530/11154687/041021-Final+Advertisement+PO+21-22.pdf/61eb5452-c5e8-e057-e460-1e89486812d8?t=1633349820829

ઓનલાઇન એપ્લાય કરવા માટે :           અહીંથી ક્લિક કરીને ઓનલાઇન એપ્લાય કરો

SBI PO Recruitment 2021 જગ્યા આ ભરતીમાં કલુ 2056 જગ્યા પર ભરતી થશે જેમાં 2000 જગ્યાઓ રેગ્યુલર ભરતી વાળા ઉમેદવારો માટે છે જ્યારે બાકીની 56 જગ્યાઓ બેકલોગ કેટેગરી વાળા ઉમેદવારો માટે છે. આ પૈકીની 810 જગ્યાઓ જનરલે કેટેગરીની છે જ્યારે બાકીની કેટેગરી અનામત છે.

એપ્લિકેશન ફી અને કેવી રીતે કરશો ઓનલાઇન એપ્લિકેશન

ઉમેદવારોએ  https://bank.sbi/careers or https://www.sbi.co.in/careers. આ બંનેમાંથી એક વેબસાઇટ પર જઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી અને એપ્લાય કરવાનું રહેશે. ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે 25 તાીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે જેના માટે કુલ ફી રૂપિયા 750 સામાન્ય ઈડબલ્યૂ એસ અને ઓબીસી માટે રાખવામાં આવી છે જ્યારે અન્ય કેટેગરીમાં પરીક્ષા શુલ્ક રાખવામાં આવ્યું નથી.