મોરબી: ગજાનન પાર્કમાં હકાભા ગઢવીના સંગાથે મન મૂકીને ઝૂમ્યા ખેલૈયોઓ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-10-2021

પીપળીના ગજાનંદ પાર્ક સોસાયટી દ્વારા દશેરાના દિવસ નિમિતે દીકરીઓને લ્હાણી આપવાના પ્રસંગ નિમિતે ગજાનંદ પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા તેમજ સમગ્ર ગજાનંદ પાર્ક યુવાટિમ તેમજ સોસાયટીના મહિલા ગ્રુપના બહેનો દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં વિશેષ મહેમાનો તરીકે ગુજરાત ના સુપ્રસિદ્ધ એવા હાસ્ય કલાકાર હકાભા ગઢવી. તેમજ જેઓ ગુજરાત ના એક માત્ર કવિયત્રી હોય એવા બહેન હિનાબા જાડેજા. મોરબી જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ જાનકી બેન કૈલા. જીજ્ઞેશભાઈ કૈલા. લોકગાયક કૈલાશબેન રબારી લોક ગાયક એવા ભાઈ ભરત મહારાજ, ભજન સમ્રાટ એવા ભાઈ ભરતસિંહ ચૌહાણ તેમજ ઘણા એવા મોરબી પ્રેસ મીડિયાના ભાઈઓ તેમજ મોરબી પોલીસ વિભાગના મિત્રોએ પોતાની હાજરી આપી હતી.
આ કાર્યક્મમાં હકાભા ગઢવી દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેના તાલે સૌ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા..